તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંત્રોલી પાસે બસે બાઈકને અડફેટે લેતા પટકાયેલા આધેડ ગંભીર ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદરા- સુરત રોડ પર આવેલ અંત્રોલી ગામની સીમમાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં રસ્તે થી પસાર થતા એક આઘેડ ની બાઇકને અજાણ્યો બસ ચાલકે ટક્કર મારતા એઓ રસ્તા પર પટકાયા હતા.આ બનાવમાં એમને માથામાં ગંભીર થતા સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતની આ ઘટના અંગે પોલીસસૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સુરતના કેદારનાથ એપાર્ટમેન્ટ અડાજણ ખાતે રહેતા આસુતોષ બાનાબાસી પાંડા શહેરની એક હોસ્પિટલમાં નોકરી કરે છે અને પરિવારજનો સાથે વસવાટ કરે છે. ગત 01/01/2019 ના રોજ સાંજના સમયે એમના પિતા બાનાબાશી પાંડા (50) પોતાની બાઈક લઇ કડોદરા-સુરત હાઇવે પર થઇ પસાર થઇ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા બસ ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતના બનાવમાં આઘેડ એવા બાનાબાશીભાઈ પાંડા રોડ પર પટકાતા એમને માથામાં ગંભીર ઇજા થઇ હતી. કોઈક રાહદારીએ આ અંગે 108 વાનને જાણ કરતા વાન દ્વારા એમને પ્રથમ સ્મીમેર હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે અજાણ્યા બસચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...