Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એકલવ્ય ખોડદા સ્કૂલનું ક્લાઈમેટ ઓલોમ્પિયાડ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન
બારડોલી | તાપી જિલ્લાના નિઝર તાલુકાના ખોડદા ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ખોડદાના અથાક પ્રયત્નોના ભાગરૂપે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તીમાં અગ્રેસર રહે છે. સદર અમદાવાદ સ્થિત ગ્રીન મેન્ટર, ઈન્ડસ યુનિર્વસિટી દ્વારા આયોજિત ઈન્ટરનેશનલ વર્ષ ઓફ પ્લાન્ટ હેલ્થ 2020ના ઉપલક્ષમાં આયોજિત દ્વિતીય રાષ્ટ્રીયકક્ષાએ ખૂબ સારી નામના મેળવી છે. શાળાના કુલ 52 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સંસ્થા દ્વારા અપાતા વિવિધ ટાઈટલ જેવા કે ક્લાઈમેટ કેડેટથી ક્લાઈમેટ સ્ટાર સુધી ઈ ગ્રેડ મેળવી પર્યાવરણ બચાવવા અને જનજાગૃતિ લાવવાની સ્પર્ધામાં અવ્વલ રહ્યા છે. સદર પરીક્ષામાં શાળાના વિદ્યાર્થી સ્નેહલકુમાર એ. ઉચ્તર વિભાગની કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરે ત્રીજોક્રમ પ્રાપ્ત કરી મેડલ ટ્રોફિ અને સર્ટિફિકેટ મેળવ્યું હતું. તેમજ શાળાએ સદર પ્રવૃત્તિમાં પ્રોત્સાહન માટે સંસ્થા દ્વારા ગ્રીન મેન્ટર એવોર્ડ 2019થી સન્માનવામાં આવ્યું હતું. શાળાના સંચાલક મંડળ વતી કિશોરભાઈ દલાલ દ્વારા શાળા અને વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સદર સ્પર્ધા માટે શાળાના શિક્ષક સંજયભાઈ પી. સાવળેએ માાર્ગદર્શન પુરુ પાડ્યું હતું.