તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવન જીવતા શીખવે એ શિક્ષણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી | બારડોલી નવસારી રોડ પર આવેલા તાજપોર નાલંદા વિદ્યાલયનો વાર્ષિક ઉત્સવ રશ્મિકાંત ભાઈ પટેલ (શિશોદરા, સાઉથ આફ્રિકા)ના પ્રમુખ પદે યોજાયો હતો. જેમા કથાકાર પ્રફુલભાઇ શુક્લ, કેતનભાઈ દેસાઈ (સુરત), દર્શનભાઇ દેસાઈ (ચીખલી), સૌરભભાઈ દેસાઈ સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મહામંત્રી ભરતભાઈ દેસાઈ અને જેતલબેન દેસાઈ અને આચાર્ય કૃપાબેન દેસાઈએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કથાકાર પ્રફુલભાઇ શુક્લએ કહ્યું હતું કે પેટ ભરવાનું નહીં પણ જીવન જીવવાનું શીખવે એનું નામ શિક્ષણ છે. નાલંદા વિદ્યાલયમા રાષ્ટ્રપ્રેમ સાથેનું શિક્ષણ અપાઈ રહ્યું છે. એનાથી આનંદ થાય છે. ભરતભાઈ દેસાઈ અને જેતલબેન દેસાઈની શેક્ષણિક સેવાને બિરદાવી હતી. છેલ્લે ભવિષ્યમા યુ.નો.નું હેડક્વાર્ટર હિન્દુસ્તાન હશે એવી ભવિષ્યવાણી ભાખી હતી. નાલંદા વિદ્યાલયના વાર્સીકોત્સવમા વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજુ કરીને અદભૂત પરફોર્મન્સ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો