તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ ખૂબ જ મોટુ ક્ષેત્ર છે, સિમિત ન બનો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા, (ડાંગ દરબાર હોલ) ખાતે જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા ના અધ્યક્ષ સ્થાને આહવા અને સુબીર પ્રાથમિક શાળાના 300 જેટલા આચાર્યોની ઉપસ્થિતિમાં સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત ‛બાળકોની સુરક્ષાઃ રાષ્ટ્રની સમૃદ્ધિ’ વિષયે સેમિનાર યોજાયો હતો.

બાળ અધિકાર અને બાળકોને ન્યાય આપવાનું કામ બાળ સુરક્ષા એકમની સાથે શિક્ષણ વિભાગનું પણ છે એમ જિલ્લા શિક્ષણાધિકારી અને ઈ.ચા.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાએ અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું. તેમણે પ્રાથમિક શાળાના આચાર્યોને કહ્યું હતું કે શિક્ષણ ખૂબ જ મોટુ ક્ષેત્ર છે. આપણે સિમિત ન બનીએ. બાળકોના અધિકારની બાબતોના પાયામાં શાળા, આચાર્ય,શિક્ષકો તેમજ એસએમસી પણ આવે છે. હાલમાં યોજનાકીય તમામ બાબતો ઓનલાઈન ડેટા કરવાના હોવાથી શિક્ષણજગતમાં પણ હાજરીનું મહત્વ દર્શાવતા તેમણે ડાંગ જિલ્લામાં ખરાબ નેટવર્ક હોવા છતા શાળામાં શિક્ષકો,બાળકોની 95 ટકા હાજરીને ગૌરવરૂપ ગણાવી અભિનંદન આપ્યા હતા. તમામ સી.આર.સી.ઓને નિયમિતતા જાળવવા તાકીદ કરી હતી અને ભાવનાત્મક વલણ અપનાવીને કામગીરી કરવા સૂચન કર્યું હતું.

નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રભાઈ ઠાકરેએ જણાવ્યું હતું કે બાળ સુરક્ષા બાળકો સાથે કામ કરવાનું આવે છે ત્યારે બાળકો માટે જે કાયદા ઘડવામાં આવ્યા છે તે માત્ર કાગળ ઉપર ન રહી જાય તે માટે ઉપસ્થિત આચાર્યોને ટકોર કરી હતી.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચિરાગ જોષીએ મહાનુભાવોના સ્વાગત પ્રવચન કરી સંકલિત બાળ સુરક્ષા યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. બિન સંસ્થાકીય સંભાળ અધિકારી નિકોલસ વણકરે યોજનાને લગતી જાણકારી દસ્તાવેજી ફિલ્મ દ્વારા પુરી પાડી હતી. લીગલ કમ પ્રોબેશન ઓફિસર ભૂપેન્દ્ર ધૂમ દ્વારા પોકસો એક્ટની જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો