વ્યારામાં પ્રવેશ પહેલા પોલીસની તીસરી આંખથી વાહનચાલકો સાવધાન, નિયમ તોડશો ઇ-મેમો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે વ્યારા નગરમાં વાહનચાલકોએ પ્રવેશતા પહેલા આરટીઓના ટ્રાફિક નિયમનું પાલન કરવા માટે ફરજીયાત ધ્યાન રાખવું પડશે. જો, નિયમ તોડશો એટલે માર્ગો પર મુકેલા અને પોલીસની તીસરી આંખ ગણાતા 118 સીસી કેમેરામાં કેદ થતાં જ ઘરે ઇ મેમો આવશે. શનિવારથી વાહનચાલકો માટે ઈ-મેમો પ્રથાનો વિધિવત પ્રારંભ થશે, જે વાહન ચાલકને ઈ મેમો મળે તેમણે ઓનલાઇન અને ઑફ લાયન મેમો ભરી શકે એવી પોલીસ વિભાગે સુવિધા પણ કરી છે.

વ્યારા નગરમાં જિલ્લા પોલીસ વિભાગે જુના બસસ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મુખ્યમાર્ગ પર, નવા બટેન્ડ, બજાર વિસ્તાર સહિત વિવિધ 118થી વધુ સીસીટીવી કેમરા મુકવામાં આવ્યા છે. તેની કામગીરી આજથી કાર્યરત કરી છે. નગરમાં વાહનચાલકોને નિયમ તોડવા બદલ ઈ મેમો પોલીસ ઘરે મોકલી આપશે. એક માસથી કેમેરાની ટ્રાયલબેઝ પર કામગીરી ચાલુ કરી હતી, જેમાં સફળતા મળતા આખર આજથી ઇ મેમો આપવાનું ચાલુ કરવામાં આવશે. હાલ કેમરાનું કંટ્રોલ રૂમ હેડક્વાટરમાં બનાવેલી આધુનિક ઓફિસમાંથી ઓપરેટ કરાશે. તાપી જિલ્લાનું વ્યારા મુખ્ય વડું મથક હોવાથી દરેક નાગરિકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે તકેદારી રાખવી પડશે અને જો હવે કોઈ પણ નાગરિક ટ્રાફિક નિયમન અંગે બેદરકારી રાખશે કે આડેધડ વાહન પાર્કિંગ કરશે તો તેમના ઘરે આવશે ઓચિંતો ઈ-મેમો થકી દંડની રસીદ મળશે.

અહીં ઓનલાઇન અને ઓફ્લાઇન દંડ ભરી શકશે

ઈ-મેમો સિસ્ટમ કાર્યરત થાય તે પહેલા તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા 40 પોલિસ કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. તેમજ શહેરભરમાં કેમેરાથી નજર રાખવા માટે વ્યારા મુખ્ય પોલીસ મથક ખાતે કંટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે, જે વાહન ચાલકોને નિયમ તોડવા બદલ ઈ મેમો મળે એમને ઈ ચલણ ભરવા ઓનલાઇન પોર્ટલ ( http;//echallanpayment.gujrat.gov.in )પર અથવા ઑફ લાઇન ભરવા માટે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના પાછળ નેત્રમ કચેરીએ સ્વીકારમાં આવશે.

વ્યારા નગરમાં નિયમ તોડતા કોને કેટલો દંડ થઈ શકે

ગુનો પ્રથમ વખત બીજીવખત

લાયસન્સ, વીમો, PUC, RC બુક ન હોવા 500 1000

અડચણરૂપ પાર્કિંગ 500 1000

કાચ પર ડાર્ક ફિલ્મ 500 1000

ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ 500 -

હેલ્મેટ ન પહેરવું 500 -

સિટબેલ્ટ ન બાંધવું 500 -

મોટર સાયકલપર ટ્રીપલ સવારી 100 -

ભયજનક રીતે વાહન હંકારવું બાઈક 1500 1500

ભયજનક રીતે વાહન હંકારવું લાઈટ વિહીકલ 1500 1500

ભયજનક રીતે વાહન હંકારવું અન્ય 5000 5000

ઓવરસ્પીડ ટુવ્હીલ 1500 2000

ટ્રેક્ટર 1500 2000

લાઈટ મોટર વ્હીકલ 2000 3000

અન્ય 4000 છ માસ લાયસન્સ જપ્ત

ડ્રાયવિંગ લાયસન્સ વગર ચલાવવું 2000 -

રજિસ્ટેશન વગર વાહન ચલાવવું ટુવ્હીલ 1000 -

રજિસ્ટેશન વગર વાહન ચલાવવું થ્રી વ્હીલ 3000 -

રજિસ્ટેશન વગર વાહન ચલાવવું અન્ય 5000 -

ફીટનેશ વગર વાહન ચલાવવું 500 -

પ્રદૂષણ યુક્ત વાહન 1000 -

અવાજનું પ્રદૂષણ કરતું વાહન 1000 -

ઓવર લોડ, ખેતી, ઘરવખરી 1000થી 4000 -

જાહેર જગ્યામાં રેસ કરવી 5000 10000

ઈમરજન્સી વાહનોને સાઈડ ન આપવી 1000 -

લબરમૂછિયા અંકુશમાં આવશે

વ્યારા નગરમાં 18 વર્ષથી નીચેના નાના સગીરો કાયદાની કોઈ બીક વગર નગરમાં ઓવરસ્પીડે અને અન્ય નિયમો તોડતા હોય, તાપી જિલ્લા પોલીસ દ્વારા આ બાબતે કડક પગલાં ભરી લાયસન્સ વગર ચલાવત વાહનો ડિટેન કરે એ જરૂરી બની રહેશે.

ટ્રાફિક પોલિસનું ભારણ ઘટી જશે

વ્યારામાં સરકારના મહત્વના પ્રોજેક્ટ વિશ્વાસ ( cctv પ્રોજેક્ટ ) શરૂઆત થઇ છે. જે અંતર્ગત આજથી ઈ-મેમા સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે. ટ્રાફિક નિયમ મુજબ દરેક નાગરિકો પાલન કરે તે તેમના હિતમાં છે. આ સિસ્ટમના કારણે ટ્રાફિક પોલિસ પર કામનું ભારણ પણ ઘટી જશે, અને પોલીસને ટ્રાફિક સમસ્યા અંગે પણ રાહત મળશે. > એન.એન.ચૌધરી, જિલ્લા પોલિસ વડા તાપી

આડેધડ પાર્કિગ અને ઇમરજન્સને સાઇડ ન આપશો તો પણ ઇ મેમો ઘરે આવી જશે

આજથી નગરમાં આવતા જતા માર્ગ પરના 118થી વધુ CCTVમાં નિયમ તોડતા જ વાહનચાલકોને મેમો મોકલાશે

આ નિયમનો ભંગ કરશો, એટલે મળશે ઇ મેમો

વ્યારા નગરમાં આડેધડ વાહન પાર્કિંગ, ત્રિપલ સવારી, હેલ્મેટ વગર બાઇક હંકારવી, સિટ બેલ્ટ, કાળા કાચ, ઓવર સ્પીડ, ચાલુ વાહને મોબાઈલ પર વાત, સિગ્નલ ભંગ, રોન્ગ સાઇડે વાહન હંકારવું , નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવું સહિતના નિયમો તોડનાર વાહન ચાલકો 15 ફેબ્રુઆરીના શનિવારથી ઈ મેમો આપવામાં આવશે.

પોલીસ હેડક્વાટરમાં બનાવેલી આધુનિક ઓફિસ

_photocaption_વ્યારામાં ટ્રાફિક નિયમ લોકો અનુસરે છે કે નહીં તેના પર નજર રાખવા સીસીટીવી કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...