દાદરાની કંપનીમાં ચોરીની આશંકાએ 2 સફાઇ કર્મી મહિલાને સંચાલક-મેનેજરે ગુપ્તાંગ પર ડામ આપ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુનો કબુલ કરાવવા બંને મહિલાને કારમાં બેસાડી જંગલમાં લઇ જઇ અન્ય ઇસમો પાસે બળાત્કાર કરાવવાની ધમકી પણ આપી
દાદરા ગામના દેમણી રોડ પર આવેલી વાયર બનાવતી હાઇ લાઈન કંપનીમાં ગત બે દિવસ પહેલા કંપની સંચાલક દીક્ષિત માંગીલાલ જીરાવાલા રહે વાપી અને મેનેજર દીપેન્દ્ર ઉર્ફે દીલીપ રાય રહે દાદરા. જેઓએ કંપનીમાં સફાઈ કામ કરતી મહિલા મમતા જયસ્વાલ અને માયા જય સ્વાલ બંને રહે ડુંગરા,વાપી પર ચોરીની શંકા વ્યક્ત કરી પ્રથમ બન્નેની પૂછપરછ કરી ત્યારબાદ પોલીસ સ્ટેશને લઇ ગયા હતા,જ્યાં પીએસઆઇ છાયા ટંડેલે બન્ને મહિલાઓને પ્રાથમિક પૂછપરછ કરી અને કંપનીમાં જઇ અન્ય કર્મચારીઓની પૂછપરછ કરી કંપનીમાં લાગેલાલ સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. જેમાં બંને મહિલા નિર્દોશ હોવાનું અને જે માલ ચોરાયો હોવાની શંકા હતી તે માલ કંપની બહાર કચરાપેટીમાંથી મળી આવ્યો હતો.જેનો કબ્જો પોલીસે લઇ પરત ચોકી પર આવ્યા હતા. જ્યાં પોલીસે માયા અને મમતાને હૈયા ધરપત આપી હતી કે, તમને હું જ્યા સુધી ન જણાવુ ત્યા સુધી નોકરી પર નહિ આવતા, પગાર ઘરે પહોંચાડી દઈશુ.જેથી બન્ને મહિલાઓ પોતાના ઘરે ડુંગરા વાપી ખાતે જતી રહી હતી. કંપની સંચાલકે પણ પોલીસને જણાવ્યુ કે અમારે કોઈ જ ફરિયાદ ...અનુસંધાન પાના નં.3

દાદરાની કંપનીમાં ચોરીની...

નથી કરવી. બીજા દિવસે બન્ને મહિલાઓ નોકરી પર ન આવતા કંપની માલિક દીક્ષિત અને મેનેજર દીપેન્દ્ર આ બંને મહિલાઓના ઘરે ગયા હતા અને બંનેને સમજાવી કંપનીમાં લઇ આવ્યા હતા. ત્યારબાદ બંનેને જણાવ્યુ કે, જે માલસામાન બહાર પડયો હતો તે તમે લોકોએ જ બહાર ચોરી કરી ફેક્યો હતો. તેમ કહી કંપની સંચાલક દીક્ષિતે મેનેજરના હાથમાં જાડી લાકડી આપી અને આ બન્ને મહિલાને ફટકા મારવાનું શરુ કર્યું હતુ. અને વીજકરંટ પણ આપ્યો હતો ત્યારબાદ કારમાં બેસાડી દુર જંગલમાં લઇ ગયા હતા. જ્યાં કારમાં પણ મારવાનું ચાલુ રાખ્યુ હતું. સાથે ધમકી પણ આપી હતી કે, અમે લોકો બીજા ચારપાંચ જણાને અહીં બોલાવી તમારી પર બળાત્કાર કરાવી અહીં જ છોડી મુકીશું તમે લોકોને મોઢુ દેખાડવાની પણ શરમ આવશે. જો કોઈને પણ જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી 30 રૂપિયા રિક્ષા ભાંડુ આપતા બંને મહિલા રિક્ષામાં એમના ઘર પાસે પરત આવી હતી. આ ઘટના અંગે સ્થાનિક સામાજીક કાર્યકર્તા ઐતિકા હકીમુલ્લા શાહ રહેવાસી ડુંગરા પીરમોરાને થતા તેમણે તાત્કાલિક આ મહિલાઓના ઘરે પહોચી ઘટના અંગેની જાણકારી મેળવી બન્ને મહિલાને સેલવાસ સિવિલમાં સારવાર અર્થે દાખલ કરી હતી.આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

મોડી સાંજે કંપની સંચાલક અને મેનેજરની ધરપકડના ચક્રો ગતિમાન
સોલ્ડરીંગ મશીન વડે ગુપ્તાંગ પર ડામ આપ્યા
કંપનીના માલિક દીક્ષિત અને મેનેજર દીલીપ અમને કારમાં બેસાડી કંપનીમાં લઇ ગયા હતા. ત્યા અમારી પર ચોરી કબુલ કરાવવા લાકડીથી ફટકા માર્યા હતા ત્યારબાદ સોલ્ડરીંગ મશીન વડે ગુપ્ત ભાગે ગરમ ગરમ ડામ પણ માર્યા હતાં. કાનમાંથી સોનાની વાળી તોડી નાખી હતી. તે પછી અમને ફરી કારમાં બેસાડી જંગલ વિસ્તારમાં ગોળ ગોળ ફેરવ્યા હતા અને ચોરી કબુલ નહી કરે તો ચાર જણાને બોલાવી બળાત્કાર કરાવી અહીં જ છોડી દેવાની ધમકી આપી હતી છોડ્યા હતા. બન્ને લથડતી હાલતમાં ઘરે આવી હતી. માયા જયસ્વાલ-મમતા જયસ્વાલ, ભોગ બનનાર મહિલા

હેવાનિયાત
કંપનીના CCTV ચેક કરતા ચોરીનો સામાન મળી ગયો છતાં મહિલાઓ પર ત્રાસ ગુજારાયો
નિર્દયતાથી મારમારી
હુ ડુંગરામાં જ રહુછુ મને માયાબેન અને મમતા બેન અંગે જાણકારી મળી જેથી તાત્કાલિક એમના ઘરે પહોંચી ઘટના અંગે પૂછપરછ કરી નિર્દયતાથી મારમારી હોય તાત્કાલિક સેલવાસ સિવિલમાં દાખલ કરી હતી. ઐતિકા હકીમુલ્લા શાહ, સામાજીક કાર્યકર્તા

અન્ય સમાચારો પણ છે...