તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડીના દરિયા કિનારે ધૂળેટીએ રંગોત્સવ ઉજવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધૂળેટીના દિવસે દાંડીરોડ ઉપર સવારે 10 વાગ્યાની આસપાસથી દાંડી આવતા સહેલાણીઓના વાહનોની અવર જવરથી દાંડીરોડ ધમધમતો થયો હતો. બપોર બાદ સહેલાણીઓની સંખ્યામાં વધારો થતાં દાંડીરોડ ઉપર ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. સાંજે 4 વાગ્યા સુધીમાં તો હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતાં દરિયા કિનારાથી 2 કિલોમીટરના અંતર સુધીના દાંડીરોડ ઉપર વાહનોની લાંબી કતાર લાગી જતા ટ્રાફિક જામ થયો હતો. જેના કારણે કેટલાક સહેલાણીઓ ટ્રાફિકમાં ફસાઈ જતાં તેઓએ અડધે રસ્તેથી જ પોતાના વાહનો પરત કરી દાંડીની સહેલગાહ મોકૂફ રાખી ઘર તરફ રવાના થયા હતા. જ્યારે કેટલાક સહેલાણીઓ આટ ગામ તરફ જતા રસ્તા ઉપરથી પરત નીકળી ગયા હતા. કિનારા ઉપર આવેલા તમામ વાહન પાર્કિંગો ફૂલ થઈ જતા ટ્રાફિક નિયમન કરતા પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા દાંડીના રમત ગમતના મેદાન ઉપર વાહનો પાર્કિગ કરાવવામાં આવ્યા હતા. જેના કારણે સહેલાણીઓને દોઢ કિમી જેટલું પગપાળા ચાલીને દરિયા કિનારા ઉપર પહોંચવાની નોબત આવી હતી. વધુ પડતા વાહનોના કારણે દાંડી ખાતે ટ્રાફિકની સમસ્યા સાથે વાહન પાર્કિંગની પણ મોટી સમસ્યાનો સહેલાણીઓને સામનો કરવો પડ્યો હતો. જોકે દાંડી ખાતે તૈનાત પોલીસ અને હોમગાર્ડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી ટ્રાફિક નિયમન કર્યુ હતું. સાંજના 7.30 વાગ્યા સુધી દાંડીરોડ સહેલાણીઓના વાહનોની અવરજવરથી ધમધમતો રહ્યો હતો.

દાંડી મેમોરિયલ જોવા 9 હજાર પ્રવાસી આવ્યા

દાંડીના સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલમાં પણ ધુળેટીના દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા.પરીક્ષા હોવા છતા અને કોરોના વાયરસની દહેશત છતાં 9 હજારથી વધુ મુલાકાતીઓ મેમોરિયલ જોવા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો