તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રીમાં વરસાદની આગાહી વચ્ચે પણ ખેલૈયાઓમાં થનગનાટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
29મીને રવિવારે એટલે કે આજથી સમગ્ર ગુજરાત અને વિશ્વના ખૂણે-ખૂણે વસતા ગુજરાતીઓમાં નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. શહેરોમાં અને સક્ષમ આયોજકો દ્વારા વરસાદી માહોલમાં પણ નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રીમાં વરસાદની આગાહી વચ્ચે આયોજકોમાં હતાશા છે.

ખેરગામ તાલુકામાં સૌથી વધુ લોકપ્રિય બહેજ ગામે પારસીબાનુ જરબાનુ દ્વારા સ્થાપિત મા રુપા ભવાનીના મંદિરના પ્રાંગણમાં અતિભવ્ય મહોત્સવ યોજાય છે. જેમાં મહેસાણાના હાર્મની ડિસ્કો ડાંડીયાના કલાકારો ધૂમ મચાવશે.

આ વખતે નવરાત્રી મહોત્સવનું દીપ પ્રાગટ્ય પૂજ્ય છોટે મોરારીબાપુ તથા કથાકાર મેહુલ જાની દ્વારા થશે. મુખ્ય મહેમાન તરીકે રમણભાઈ પાટકર રાજ્યકક્ષાના મંત્રી પધારશે. જય રુપા ભવાની યુવક મંડળ બહેજના પ્રમુખ અશોકભાઈ, ઉપપ્રમુખ અનિલભાઈ, ભીખુભાઈ આહિર વગેરે તડામાર તૈયારી કરી રહ્યા છે. ખેરગામ તાલુકામાં બીજો મોટો નવરાત્રી મહોત્સવ ડેબરપાડા ખાતે આવેલા નાના ડુંગર ઉપર માવલી માતાજીના સ્થાનકે થાય છે, જ્યાં પણ સેંકડો ખેલૈયા નવ દિવસ ધુમ મચાવે છે.

ખેરગામમાં ભવાની માતાના મંદિરે અને રામજી મંદિરના પ્રાંગણમાં પણ ગરબાની રમઝટ થાય છે. આગામી 3જી ઓકટોબર સુધીની ભારે વરસાદની આગાહી ગરબાના ચાહકોમાં નિરાશા ફેલાવી છે, છતાં ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...