તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીમાં સફાઇ વેરો બમણો, કરોડોના આંધણ બાદ પણ ગંદકી ઠેરની ઠેર ને દોષ લોકોના શિરે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રહેણાંક વિસ્તારમાં મિલકત વેરાના 15 ટકા અને કોર્મિશયલમાં 25 ટકા વેરો વધારી દેવાતાં શાસકો સામે લોકોનો પારો સાતમા આસમાને
દક્ષિણ ગુજરાતની એ-ગ્રેડની અને સૌથી મોટી નગરપાલિકા વાપી વર્ષો બાદ પણ સ્વચ્છતા અંગે કોઇ જ સુધારો કરી શકી નથી. શહેરમાં ગંદકીની ભરમાર વચ્ચે તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પાલિકાનો ક્રમાક 33ની જગ્યાએ 88મા ક્રમે ધકેલાઈ ગયો હતો. ડોર ટૂ ડોર સફાઇમાં સુધારો લાવવા નવા સફાઇ કોન્ટ્રાકટમાં 1.50 કરોડનો વાર્ષિક વધારો કરાયો હતો. આમ છતાં શહેરની સ્વચ્છતામાં વાળ બરાબર પણ સુધારો નજરે ચઢતો નથી. બીજીતરફ 1 એપ્રિલથી પાલિકાએ સફાઇ યૂઝર ચાર્જિસના નામે સફાઇ વેરામાં બમણો વધારો કર્યો છે. શહેરીજનોના મિલકત વેરાના આધારે 15 ટકા સફાઇ વેરો એટલે કે ડબલ કરી દેવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં સફાઇ વેરો 15 ટકા અને કોર્મિશયલ મિલકતધારકો માથે 25 ટકા સફાઇ વધારો ઝીંકવામાં આવ્યો છે. એક તરફ શહેરમાં કોઇ સ્થળે સફાઇ દેખાતી નથી. ઠેર-ઠેર ગંદકી અને કચરાના ઢગલા દૂર કરવાની જગ્યાએ અડિયો દડિયો લોકો પર ઢોળી દેવાયો છે. ડિસેમ્બરમાં સફાઇ વેરા વધારવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદથી લઇને અત્યા સુધી એક પણ વાંધા અરજી કોઇએ આપી નથી.

શું હવે શહેર સ્વચ્છ બનશે ?ω
કોને માથે કેટલો વેરો
1 બીએચકે ફ્લેટ

કુલ મિલકત વેરો 700

સામાન્ય સફાઇ વેરો 105

15 ટકા વધારો ઝીંકાયો 105

કુલ મિલકત વેરો 910

2 બીએચકે ફ્લેટ
કુલ મિલકત વેરો 1134

સામાન્ય સફાઇ વેરો 170

15 % વધારો ઝીંકાયો 170

કુલ 1474

કોર્મિશયલ-મોટા શો રૂમ
કુલ મિલકત વેરો 21208

સામાન્ય સફાઇ વેરો 3181

25 % વધારો ઝીંકાયો 5302

કુલ 29691

બંગલા ટાઇપ મકાન
મિલકત વેરો 7441

સામાન્ય સફાઇ વેરો 1116

15 ટકા વધારો 1116

કુલ 9673

રો-હાઉસ
કુલ મિલકત વેરો 2729

સામાન્ય સફાઇ વેરો 409

15 % વધારો ઝીંકાયો 409

કુલ 3547

જૂના મહોલ્લામાં
મિલકત વેરો 80

સામાન્ય સફાઇ વેરો 12

વધારો 12

કુલ 104

નગરપાલિકાના તંત્ર વાહકો શું કહે છેω ?
સીધી વાત| અમીર કાબાણી, આરોગ્ય સમિતિના ચેરમેન, વાપી

સફાઇ વેરો વધારવાનું કારણ શું છેω
- સરકારની જોગવાઇ મુજબ વધારો કરાયો છે, સરકારે નકકી કર્યા મુજબ વધારો થયો છે.

આ વધારાથી શહેર સ્વચ્છ બની જશે ωω

- ભુગર્ભ ગટર યોજનાનો પ્રોજેકટ પૂર્ણ થતાં ખુલ્લી ગટરનો પ્રશ્ન હલ થઇ જશે.

સફાઇ વેરાના વધારાની રકમ કયાં વપરાશે ωω

- મિલકત વેરાની આવક વધવાથી સરકારની ગ્રાન્ટ પર નિર્ભર રહેવાની જરૂરિયાત ઓછી રહેશે.

લોકોના માથે 1.75 કરોડનો બોજો પડશે
પાલિકામાં કુલ 77,109 મિલકતધારકોમાંથી રહેણાંક વિસ્તારના 64,792નો સમાવેશ થાય છે. જ્યારે કોર્મશિયલ 12,317 મિલકતધારકો છે. આ તમામ મિલકતધારકોનો કુલ સફાઇ વેરો અંદાજે 96 લાખ થાય છે. હવે પાલિકાએ મિલકતધારકોના સફાઇ વેરામાં મિલકત વેરા પર 15થી 25 ટકા વધારો ઝીંકી દેતાં પાલિકાની આવક કુલ 1.75 કરોડ વધશે, જ્યારે લોકો પર આ બોજો પડશે. ડિસેમ્બરમાં આ અંગે નિર્ણય લેવાઇ ચુકયો છે. સરકારની જોગવાઇ મુજબ 1 એપ્રિલથી સફાઇ યુઝર ચારર્જસમાં વધારો થયો છે.

આજે આવેદનપત્ર આપી વિરોધ
શહેરીજનોના પ્રશ્નો અંગે કોંગ્રેસે હમેંશા આગળ રહી છે. પાલિકાએ સફાઇ વેરો ડબલ કરી દીધો છે. આ મુદે લોકોમાં ભારે આક્રોશ છે. જેના પગલે પાલિકાના કોંગ્રેસના સભ્યો અને શહેર કોંગ્રેસ સમિતિ શુક્રવારે પાલિકા કચેરીમાં આવેદનપત્ર આપી સફાઇ વેરામાં વધારો પાછો ખેંચવાની માગ કરવામાં આવશે. આ વધારો પાછો ન ખેંચાઇ ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. નિમેષ વશી, પ્રમુખ ,શહેર કોંગ્રેસ સમિતિ,વાપી

વલસાડ પાલિકા પણ વાપીના પગલે ચાલશે કે કેમ !
વલસાડમાં ગાર્બેજ કલેકશનનાં વેરાના નામે ઉઘરાણીની તૈયારી
રહેણાંક પર માસિક 30નો યૂઝર્સ ચાર્જ લાગુ કરાશે
ભાસ્કર ન્યૂઝ | વલસાડ

પાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે નવો યુઝર્સ ચાર્જ લાગૂ કરવા સરકારના ગત વર્ષના ઠરાવના આધારે સત્તાધીશોએ મકાનોમાંથી નિકળતા કચરાનું ડોર ટુ ડોર કલેકશન કરવાની કામગીરી સામે માસિક 300 નક્કી કર્યા હતા.જ્યારે કોમર્શિઅલ અને ઔદ્યોગિક એકમો માટે 50થી1000નો ચાર્જ વસુલવાનો નિર્ણય કર્યો હતો.જેને મંજૂરી આપવા માટે ગત વર્ષ 27 એપ્રિલ 2018ના રોજ મળેલી સામાન્ય સભામાં ચર્ચા હાથ ધરાઇ હતી.જેમાં રહેણાંત મકાનોના રૂ.300 ના વેરા સામે વિરોધ થતાં પાલિકાની સામાન્ય સભાએ માસિક રૂ.30 જેટલો નજીવા યુઝર્સ ચાર્જને મંજૂરી આપી હતી.

શહેરીજનોનો મરો
રહેણાંક- કોમશિયલમાં આ પ્રકારના ચાર્જ
ડોર ટુ ડોર ઘન કચરા કલેકશન માટે યુઝર ચાર્જિસ માસિક રહેણાંક-30 ઓફિસ,રિટેલ શોપ,નાના કોર્મશિયલ એકમો- 50 ઓપીડી દવાખાના, હોટલ,રેસ્ટોરન્ટ,લોજ,ભોજનાલય,શોપિંગ મોલ-300 લગ્નની વાડીઓ,સાંસ્કૃતિક હોલ,ટાઉન હોલ- 200 હોસ્પિટલ,નર્સિંગ હોમક્લિનિક રૂ.300, ઔદ્યોગિક- રૂ.1000

જુલાઇ, ઓગષ્ટ- જાન્યુઆરીમાં અમલ
ગત વર્ષે 27 એપ્રિલ 2018ની સભામાં નવો વેરો 1 એપ્રિલ,1 જૂલાઇ,1 ઓગષ્ટ કે 1 જાન્યુઆરીથી અમલી બનાવવાનો પણ નિર્ણય કરાયો હતો.પરંતું વલસાડ પાલિકાએ હજી તેનો અમલ કર્યો નથી.

પ્રોસેસિંગ યુનિટ લગાડે તો 50 % ડિસ્કાઉન્ટ
કોમર્શિયલ એકમો જો કચરામાંથી ખાતર બનાવવાનું પ્રોસેસિંગ યુનિટ લગાવે તો વળતર આપવા નક્કી કરાયું છે. જો પ્રોસેસિંગ યુનિટ લગાડે તો લાગૂ કરાયેલા વેરામાંથી 50 ટકા ડિસ્કાઉન્ટ આપશે. અને સૂકો અને ભીનો કચરો અલગ કરીને આપે તો 20 ટકા ડિસ્કાઉન્ટ અપાશે.

અન્ય સમાચારો પણ છે...