તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીમાં ઉદ્યોગોના કારણે હ્રદયરોગના દર્દી વધુ છે: ડો.બિમલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશમાં હ્રદયરોગના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ ઓપરેશનના કારણે દર્દીઓની હાલત વધુ બગડે છે. ઓપરેશન વગર હ્રદયરોગના દર્દીઓનો ઇલાજ શકય છે. બોડીને કાપ્યા વગર હ્રદયરોગને અટકાવી શકાય છે. આ શબ્દો કાર્ડીયોલોજીસ્ટ ડો.બિમલ છાજેડે કહ્યા હતાં.

વીઆઇએ હોલમાં બુધવારે 3.30 કલાકે હ્રદયરોગના દર્દી માટે ફ્રી સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડો.બિમલ છાજેડે અનેક દર્દીઓની તપાસ કરી હતી. દર્દીઓએ પણ હ્રદયરોગને મૂંઝવતાં પ્રશ્નો રજુ કર્યા હતાં. દર્દીઓની તપાસ બાદ સાઓલ હાર્ટ સેન્ટર દ્વારા આયોજીત આ સેમિનારમાં દિલ્હી અેઇમ્સમાં ફરજ બજાવી ચુકેલાં કાર્ડીયોલોજીસ્ટ ડો.બિમલ છાજેડે જણાવ્યું હતું કે હ્રદયરોગ થવાનું મુખ્ય કારણ દર્દીઓ નિષ્કાળજી રાખે છે. હવે આ શકય બન્યું છે. બોડીને કાપ્યા વગર ઇલાજ કરવામાં આવે તો દર્દીઓને પણ રાહત થાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વાપીમાં ઉદ્યોગોના કારણે હ્રદય રોગના દર્દીઓ વધુ છે. વાપીના 200થી વધુ દર્દીઓએ સેમિનારમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો