તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણના કારણે મોટાપોંઢા પંચાયતનું બજેટ 8 : 6થી નામંજુર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપરાડા તાલુકાના મોટાપોંઢા ગ્રામ પંચાયતનું વર્ષ 2019-20ના બજેટ માટે મંગળવારે સામાન્ય સભા મળી હતી, પરંતુ આ સભામાં 8 સભ્યોએ બજેટનો વિરોધ કર્યો હતો. જયારે સરપંચ સહિત છ સભ્યોએ બજેટ માટે સહમતિ આપી હતી. જયારે એક સભ્યએ બજેટ અંગે પોતાનો અભિપ્રાય જ આપ્યો ન હતો. જેને લઇ તલાટીએ 8:6થી બજેટ નામંજુર કરી દીધુ હતું. ગત ટર્મમાં પણ રાજકારણના કારણે ત્રણ વખત બજેટ નામંજુર થતાં મોટાપોંઢા સુપરસીડ બની હતી.

મોટાપોંઢા પંચાયતમાં ગત ટર્મમાં સરપંચ કોંગ્રેસના ચૂંટાયા હતાં. જયારે ભાજપના સભ્યો વધારે ચૂંટાયા હતાં. જેના કારણે ભાજપના સભ્યોએ બજેટ મંજુર થવા દીધુ હતું. ત્રણ વખત બજેટ નામંજુર થતાં વિકાસ કમિશનરે બોર્ડેને બરખાસ્ત કરી દીધુ હતું. જેના કારણે ફરી ચૂંટણી આવી હતી. વર્તમાન ટર્મમાં સરપંચ ભાજપના ચૂંટાયા છે જયારે સભ્યો વધારે કોંગ્રેસના છે. જે વચ્ચે મંગળવારે સરપંચ ચંદનબેન પટેલની અધ્યક્ષતામાં બજેટ માટે સામાન્ય સભા મળી હતી. જેમાં સરપંચ ચંદનબેન, સભ્ય દિપકભાઇ, સુનિતાબેન, શારદા બેન, જીજ્ઞાબેન અને કાન્તા બેને બજેટ મંજુર કરવાની તરફેણ કરી હતી. જયારે સામા પક્ષે પ્રિતેશભાઇ, વિનાભાઇ, મનોજભાઇ હિતેશભાઇ, જીતેન્દ્ર, કૃપલભાઇ, વનિતાબેન અને ટીનાબેને બજેટ નામંજુર માટે મત આપ્યો હતો. સંગીતાબેન બજેટની તરફેણની અને વિરોધ નહી એવું જણાવતાં તલાટીએ 8:6થી બજેટને નામંજુર કરવામાં આવ્યું હતું. રાજકારણના કારણે આ વખતે પણ સુપરસીડ થવાની સંભાવના છે. આગામી દિવસોમાં મોટાપોંઢાના સ્થાનિક રાજકારણમાં બજેટને લઇ નવો વણાંક આવશે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે. હાલ તો બજેટ નામંજુર કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો