ખેરગામ તાલુકામાં વહેલી સવારે ઝરમર વરસાદ, ખેડૂતોમાં ચિંતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ વિસ્તારમાં શુક્રવારે સવારમાં અચાનક વાતાવરણ બદલાતા ઝરમર વરસાદ વરસવા લાગ્યો હતો. ઉનાળાની મોસમમાં વરસાદનું વાતાવરણ ઘેરાતા પડેલા ઝરમર વરસાદને લઈ લોકોએ ચોમાસાની શરૂઆત થઈ હોવાનો અહેસાસ અનુભવ્યો હતો. જોકે વરસાદ 10 મિનિટમાં બંધ થયો હતો.

ખેરગામ તાલુકામાં શુક્રવારે વહેલી સવારે વાદળ છવાયા બાદ વાતાવરણમાં અચાનક તબદીલી આવતા ઝરમર વરસાદ શરૂ થતાં ચોમાસાની મોસમની શરૂઆત થઈ હોવાનો એહસાસ લોકોએ વ્યક્ત કર્યો હતો. સવારે વરસાદી માહોલ સર્જાતાં ઝરમર વરસાદના પગલે રસ્તાઓ વરસાદી છાંટાથી ભીંજાયા હતા અને થોડી ઠંડક ફેલાઈ હતી. તો બીજી બાજુ આંબાવાડીઓમાં ઠેર ઠેર કેરીનો પાક લગભગ તૈયાર થવા આવ્યો છે, ત્યારે વરસાદના કારણે લોકોએ ઘરની બહાર મુકેલા ઘાસ ચારાને નુકસાન ન થાય તે માટે ઢાંકવા પડ્યા હતા. ખેરગામ તાલુકાના ખેરગામ, આછવણી, રૂઝવણી, બહેજ, નારણપોર સહિત ના ગામોમાં ઝરમર વરસાદ પડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

ખેરગામમાં ઝરમર વરસાદ પડતા ભીંજાયેલા માર્ગો.

વરસાદી વાતાવરણ બનતા ચારો ઢાંકી દેવો પડ્યો
શુક્રવારે સવારે અચાનક વાતાવરણમાં તબદીલી આવતા વરસાદ પડે એવો માહોલ થઈ ગયો હતો, તેમજ વરસાદના છાંટા શરૂ થતાં ઘરની બહાર મુકેલો ચારો ખરાબ ન થાય તે માટે તાડપત્રીથી ઢાંકી દેવો પડ્યો હતો. આ વરસાદથી કેરી કે અન્ય પાકને કઈ ખાસ નુકસાન પહોંચાડી શકે એમ નથી. ઠાકોરભાઈ પટેલ,ખેડૂત,પોમાપાળ, ખેરગામ

કેરીમાં નુકસાનીની સંભાવના, શેરડીને ફાયદો થશે
હાલ પાણી લાગવાથી કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છે. ચીકુ ઉપર પણ તેની અસર થાય તેમ છે. ફુલ ખરી જાય છે. શેરડીને ફાયદો થશે. જ્યારે શાકભાજીમાં પણ કાકડા, રીંગણ,ભીંડા ઉપર તેની અસર થશે અને જીવાત વધશે. અમીતભાઈ પટેલ, ખેડૂત, ધનોરી

અન્ય સમાચારો પણ છે...