ડોલવણ પંથકમાંથી પસાર થતી ઓલણ અને પૂર્ણા નદી સુકાતાં ખેડૂતો મુશ્કેલીમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓછાે વરસાદ, બોરનાં પાણી ઘટતાં ખેડૂતો અને પશુપાલકોને હાલાકી
ડોલવણની પૂર્ણા અને ઓલણ નદીના નીર સુકાતા પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ બંને નદી સુકાઈ જતા આજુ બાજુના ગામડાઓમાં કુવા તથા બોરના પાણી તળિયે ઉતરી ગયા છે. આ સ્થિતિ માં ખેડૂતો અને અન્ય પ્રજા જનો માટે પાણીનો ખુબજ મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ પાણી ના પ્રશ્નને લઈને લોકો ચિંતા માં મૂકી ગયા છે. વળી ગયા વર્ષે કરતા આ વર્ષે પૂર્ણા નદી માં પાણી વહેલું સુકાઈ જતા ખેડૂત તથા અન્ય લોકો ને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ઉનાળાના કારણે નદી નાળાઓ સુકાઈ જતા માનવીઓ સહિત પશુ પંખી અને પ્રાણી ઓ ને પીવાના તથા અન્ય જરૂરિયાત માટે પાણીની મુશ્કેલી ઉભી થઇ છે. બંને નદી પર બનાવેલ ચેક ડેમો આ વર્ષે વહેલા સુકાઈમાં સંગ્રહ થયેલ પાણી પણ સુકાઈ ગયા છે.

હાલમાં ઘણા ખેડૂતોએ ઉનાળુ શાકભાજી કે અન્ય પાકોનું વાવેતર કર્યું છે. પણ પાણીના અભાવના કારણે તેમાં પણ નુકસાન થશે એવી વાત ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. જે ખેડૂતો પાસે બોર કે કૂવાની સગવડ હોય તેઓ પાકને પાણી પહોંચાડવાની મહેનત કરી રહ્યા છે અને જેમતેમ કરીને ખેતીવાડી કરી રહ્યા છે. આવી કાળઝાળ ગરમીમાં નદી, કુવા, બોર, કોતરો બધું જ સૂકાઈ જવા પામ્યું છે. ૮૫% ખેડૂતોએ જે પાણીની અગવડના કારણે નુકસાન તથા તકલીફ વેઠવી પડે છે. તેનાથી છુટકારો મળશે, તંત્ર જો ઉકાઈ અને નર્મદાનું પાણી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત લઈ જઈ શકે તો ડોલવણનો આ આદિવાસી વિસ્તારમાં નહેરના પાણી કેમ આપી ન શકે. પાણીના અભાવના કારણે આજે ડોલવણ તાલુકામાં આવતા ગામડાઓના ખેડૂતો મુશ્કેલીમાં મુકાય ગયા છે.

સુકાયેલી નદીના ખાબોચિયામાંથી પાણી ખેંચી પાક બચાવવા ખેડૂતોની મથામણ
ખેડૂત સિંચાઈ માટે નદીનો ઉપયોગ કરી રહ્યો હતો જ્યારે હાલ તો નદીના ખાડામાં એકત્ર થેયલ પાણીને લીફ્ટ કરીને ખેતર સુધી લઈ જાય છે. જે પાણી પુરતુ ન હોવા છતાં પણ મહામહેનતે પાક બચાવવા લાગી પડ્યો હતો.

ડાબા કાંઠામાં પાણી છતાં ખેતી બિનપિયત જ રહી
2 કીમી દુરથી ઉકાઈ ડાબા કાઠા નહેરમાં પૂષ્કળ પાણી હોવા છતાં આ વિસ્તાર બિનપિયત રહેવા રહેવા પામ્યો છે. જો આ નહેર નું પાણી નહેર બનાવી નદીની બીજી બાજુ લાવવામાં આવે તો લોકોએ જે આજે પાણીની તંગીનો સામનો કરવો પડે છે.

પરસેવો રેડી સીંચેલો પાક નજર સામે સુકાતો જાય છે
હજુ તો ઉનાળાની શરૂઆતમાં આ સ્થિતિ છે તે આવનારો ઉનાળો કેટલો આકળો હશે એ વિચારીને જ ચિંતા વધી જાય છે. અમારા દ્વારા મહામહેનતે સિંચાઈ કરીને ઊભો કરેલો પાક અમારી સામે મુરજાઈ રહ્યો છે તેમજ પશુ પાલન માટે પણ પૂરતુ પાણી મળતુ નથી. રવિયા વસાવા, સ્થાનિક ખેડૂત

અન્ય સમાચારો પણ છે...