તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોસાયટીનાં પાર્કિંગમાં દારૂ ભરેલી કાર બીનવારસી મળી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોલીસને બાતમી મળેલ કે ખોલવડથી લશકાણા જતા રોડ પર આવેલ અમૃતકુંજ સોસાયટીનાં 1 નંબરના એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં કોઇ ઈસમ વિદેશી દારૂ ભરેલી કાર બિનવારસી છોડી ગયેલ છે. ઓપરેશન ગૃપની ટીમે સ્થળ ઉપર જઇ તપાસ કરતા એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં એક સફેદ કલરની ફોર વ્હીલ બીટ નં. (GJ -05 CS- 3503) પડેલી હોય. પંચો રૂબરૂ ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુની 162 નંગ બાટલીઓ કિંમત 10600 રૂપિયાની મળી આવી હતી. બીટ ગાડીની કિંમત 2 લાખ રૂપિયાગણી કુલ 2,10,600 રૂપિયાનો મુદદમાલ કબજે લેવામાં આવ્યો હતો. પોલીસે સોસાયટીનાં પ્રમુખ તથા સભ્યોને બોલાવી પુછપરછ કરતા ગાડીનાં માલિક કે ડ્રાઈવર વિશે કોઇ માહિતી જાણવા મળી ન હતી. જે અંગે ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો