તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વાપી-વલસાડમાં DRM: સબવે અને નાળા અંગે નિર્ણયની સંભાવના

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપીમાં શનિવારે પશ્નિમ રેલવેના ડીઆરએમ અને ચીફ બ્રિજ એન્જીનિયર તથા રેલવેના ઉચ્ચ અધિકારીઓ મુલાકાતે આવી રહ્યાં છે. જેમાં સબ વે અને નાળાના વિસ્તૃતીકરણ અંગે ફાઇનલ નિર્ણય લેવાઇ તેવી સંભાવના છે. સાંસદ,ધારાસભ્ય અને પાલિકાના પદાધિકારીઓ ડીઆરએમ સમક્ષ વિવિધ રજૂઆતો કરશે એવી માહિતી મળી રહી છે. ડીઆરએમ વાપીના પ્રશ્નો અંગે શુ જવાબ આપે છે તેના પર સૌની મીટ છે.

વાપી અને વલસાડમાં શનિવારે પશ્રિમ રેલવે મુંબઇ ડિવિઝનના ડીઆરએમ જી.એલ.વી. સત્યકુમાર તથા પશ્રિમ રેલવેના ચીફ બ્રિજ એન્જીનિયર તથા રેલવેના ઉચ્ચ અધિકારીઓ શનિવારે આવી રહ્યાં છે. જેમાં વાપીના મુળ રેલવે લેવલ ક્રોસિંગ નં. 80 ખાતે પેડેસ્ટ્રિયન સબ વેના નિર્માણ માટેની પાલિકાની દરખાસ્તને મંજુરી,વાપીના જે ટાઇપ વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટે હયાત રેલવેના નાળાને પહોળુ કરવાની રજૂઆત અંગે સ્થળ નિરીક્ષણ કરશે. આ માટે સાંસદ કે.સી.પટેલ,પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ અને પાલિકાના પદાધિકારીઓ હાજર રહી વિવિધ મુદે રજૂઆત કરશે. આ ઉપરાંત ટિકિટ બારી પાસે ટ્રાફિકને અડચણરૂપર દબાણ હટાવવા, નવા અંડરબ્રિજ પાલિકાએ બનાવતાં 1 કરોડની વધુની રેરલે પાસેથી બાકી ડીપોઝીટ પરત લેવા, વલસાડ તરફના માર્ગ પર રેલવે જગ્યા આપે સીધા માર્ગ માટે રજૂઆતો કરવામાં આવશે. વાપીની સાથે વલસાડમાં પણ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆતો થશે એવી માહિતી મળી રહી છે.

આ ઉપરાંત વાપી ફલાય ઓવરબ્રિજની કામગીરી મામલે પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ અને સાંસદ કે.સી.પટેલ રજૂ્આત કરી ઝડપથી કામગીરી થાય તેવી માગ કરશે. લાંબા સમયથી વાપીના સબ વે અંગે પાલિકાના પ્રોજેકટને રેલવેએ મંજુરી આપી નથી. ત્યારે ડીઆરએમ વાપી પ્રશ્નો અંગે ગંભીરતા દાખવે તે માટે રેલવે કમિટિમા મેમ્બરો પણ હાજર રહી રજૂઆત કરશે. હેવે જોવાનું એ રહેશે કે વાપીના ભાવી વિકાસને ધ્યાનમાં લઇ સ્થાનિક નેતાઓ અહીં બીજા રેલ્વે ફ્લાઇ ઓવર બ્રીજ માટે કેવી રજુઆત કરેછે અને તે કેટલી કરગત નિવડશે તેના ઉપર સૈની મિટ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો