તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કીમ સિયાદલા પાસે ટ્રક-કાર અકસ્માતમાં ચાલકનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓલપાડ તાલુકાના કીમ-સાયણ માર્ગે સિયાદલા ગામ નજીક પુરપાટ દોડતી ટ્રકે સામે આવતી ઇકો કારને અડફટે લેતા કાર ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. ગત રોજ ચિંતનભાઈ વલ્લભભાઈ નાવડીયા રહે સિંગણપુર,સુરત જે ઇકો કાર નં (GJ-5 JR- 5877) લઈ જઈ રહ્યા હતા. આ સમયે સામેથી પુરપાટ ગફલતભરી હંકારી ટ્રક નં (GJ -1 AY -8724) ના ચાલકે ધડાકાભેર ઇકો કારમાં ભટકાવી અકસ્માત સર્જયો હતો. સદર અકસ્માતમાં ઇકો કાર ચાલક ચિંતનભાઈ વલ્લભભાઈ નાવડીયાને મોઢા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં 108 એમ્બ્યુલન્સમાં સાયણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું કરુણ મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે. ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ પરિવારને થતા પરિજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. કીમ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી સાથે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો