તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલણ ખાતે ડો.આંબેડકરની જન્મજયંતી ઉજવાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ | ડો.આંબેડકરની 128 મી જન્મ જયંતીની વલણ ગામમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. 100 થી વઘુ વિઘાર્થીઓ ભીમ વિચારણઘારા મિત્ર મંડળ કામરેજ આયોજીત આશરે 20 કિલોમીટર લાંબી વાહન રેલી કાઢવામાં આવી હતી. વાહન રેલીમાં 1000 થી પણ વધુ લોકો જોડાયા હતા. વાહન રેલી કામરેજથી વલણ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જઈ સભામાં પરિવર્તિત થઈ હતી. ભીમ વિચારઘારા મિત્ર મંડળ કામરેજ તાલુકા દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરની 128 મી જન્મ જંયતિની ઉજવણીના ભાગરૂપે કામરેજ ગામના સાંઈનગરથી કામરેજ ચાર રસ્તા, વાવ, કોસમાડી, સિમાડી, મોરથાણાથી વલણ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ સુધીની વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મોટી સંખ્યામાં લોકો મોટરસાઈકલ લઈને હાજર રહ્યા હતા. ફુલોથી શણગારેલા રથમાં જય ભીમ, શિક્ષિત બનો, સંગિત રહો, સંઘષ કરોના નારા સાથે રેલીના રૂટને ભીમમય વાતાવરણથી ગજવી નાંખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...