તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેસ્મા હોસ્પિ.માં દાતાઓનું અભિવાદન થશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | નવસારી વેસ્મા વિભાગ વૈદકીય રાહત મંડળ સંચાલિત અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલ વેસ્મા દર્દીઓની સ્વાસ્થ્ય સુરક્ષા કાજે 14 વર્ષથી અવિરત સેવા કરી રહી છે. સદા અગ્રેસર રહી દર્દીઓને સંભવે ત્વરિત, સારવાર મળી રહે તે દિશામાં કાર્ય કરે છે. સુરતી લેઉવા પાટીદાર સમાજ તથા ઓમકાર સત્સંગ મંડળ ડલાસ ફોર્થ વર્થ ટેક્ષાસ યુએસએના દાતાઓના તથા ક્વોલીટી વોલીબોલ ક્લબ એટલાન્ટા યુએસએનાં દાન થકી આધુનિક નવા ઓપરેશન થિયેટર તથા ઈકો કાર્ડિયો મશીનનો લોકાર્પણ કાર્યક્રમ 15મીને બુધવારે યોજાશે. વિદેશથી પધારેલા દાતાઓનો સન્માન સમાંરભ પણ એજ સ્થળે યોજાશે. વેસ્મા વિભાગ વૈદકીય રાહત મંડળનાં પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, માનદ મંત્રી બહેરામભાઈ આસુદરિયા, સહમંત્રી નરેન્દ્રસિંહ ઠાકોર તથા હોસ્પિટલ સ્ટાફ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો