- Gujarati News
- National
- Rajpipla News Donation Of Sugarcane Bore To Sister In Law Before Makarasankranti 074036
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મકરસંક્રાંતિ પર્વે બહેન-ભાણેજને શેરડી બોરનું દાન
ઉતરાયણ એટલે સૂર્યનો રાશિમાંથી બીજી રાશિમાં બ્રહમન કરવાનો દિવસ આ દિવસને સમગ્ર ભારતમાં પતંગ અને તાલ સાંકડી ની ચીકી સાથે ઉજવવામાં આવે છે. પરંતુ આદિવાસી પંથક એવા નર્મદા જીલ્લામાં આદિવાસીઓ માં આદિવસે એક અનોખી પરંપરા છે.
નર્મદા જીલ્લાના આદિવાસીઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે આ પરંપરાને સાચવવા અને મીઠાસ યથાવત રાખવા શેરડીનું દાન કરે છે એક માન્યતા પ્રમાણે ઉતરાયણ ના દિવસે બહેન અને ભાણેજો ને શેરડીનું દાન કરવાથી સો બ્રહ્મનો ને આપેલા દાન બરાબર માનવામાં આવે છે અને આ દાન શ્રેષ્ઠ મનાય છે ત્યારે તલ અને ગોળ આર્થિક રીતે ના ખરીદી શકતા આદિવાસીઓ શેરડી નું દાન કરી આ દિવસને સાર્થક કરેછે વળી એક માન્યતા પ્રમાણે શેરડીમાં રહેલી મીઠાસ ની જેમજ બહેન અને ભાનેજોમાં સમગ્ર વર્ષ દરમ્યાન મીઠાસ પ્રસરી રહે તે માટે પણ શેરડીનું દાન કરવામાં આવે છે. અને તેને કારણેજ રાજપીપળાના બજારોમાં આજે આદિવાસીઓ મોટી સંખ્યામાં શેરડી ખરીદતા નજરે પડે છે.
આ બાબતે સ્થાનિક રહીશ હસમુખભાઈ વસાવા એ જણાવ્યું કે ઉત્તરાયણ અમારો મોટો પર્વ ગણાય જે દાન દક્ષિણા નો પર્વ પણ કહેવાય અમે શેરડી, બોર,સહીત ચીકી બેન ભાણેજ ને દાન આપતા હોય છે. જેને લઈને અમારા પરિવારો માં એક મીઠાસ રહે છે કડવાશ દૂર થઇ થઇ જાય છે. એટલે અમે જેમ બને તેમ શેરડીનું દાન વધુ કરીએ છે.
નર્મદા જિલ્લામાં ઉત્તરાયણના દિવસે બહેન તેમજ ભાણેજને શેરડી-બોર અાપવાની અનોખી પરંપરાનું અાજે પણ અાદિવાસી સમાજે જતન કરી રાખ્યું છે. પ્રવિણ પટવારી