તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારા બાપની મિલકત નથી કહી દેલાડમાં દુકાનદાર પર બિલ્ડરોએ હુમલો કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ તાલુકાના દેલાડ ગામે દુકાન ઉપરના ધાભાનો ભાગ તોડી બાંધકામ કરવા માંગતા બિલ્ડરને દુકાનદારે ના પાડી હતી. જેથી આવેશમાં આવેલા બિલ્ડરે લોખંડના પાઇપથી હુમલો કરી નાલાયક ગાળો આપી જાનથી મારીનાંખવાની ધમકી હતી. જેથી દુકાનદારે બિલ્ડર ત્રિપુટી વિરૂદ્ધ ઓલપાડ પોલીસમાં ગુનો નોંધાયો હતો.

ઓલપાડ તાલુકાના દેલાડ ગામે આવેલ મણિપુષ્પક શોપિંગ સેન્ટરની દુકાન નંબર 5, 6 માં સુરત ડભોલી ચાર રસ્તા શ્રીજીનગરના રહેવાશી વાલજીભાઇ પરસોત્તમભાઈ સવાણી (55) ફેબ્રીકેશનનો ધધો કરે છે. ગત તારીખ 04-04-2019 ના રોજ સાંજના સમયે વાલજીભાઇ દુકાને હતા તે વખતે વસંત બાબુભાઇ રૈયાણી અને રાજુ બાબુભાઇ રૈયાણી (બંને રહે. આમ્રવન સોસાયટી સાયણ) તથા સંજય બાબુભાઈ રૈયાણી (રહે. રામ વાટિકા, વેલંજા ગામ)એ આવી વાલજીભાઇની દુકાન ઉપરનું ધાભાનો ભાગ તોડી નવું બાંધકામ કરવાનું કહેતા તે બાબતે વિરોધ કર્યો હતો.

આ રીતે બાંધકામ કરવાનું ના પાડતા બિલ્ડરોએ ઉશ્કેરાઈ જઈ \\\"તારા બાપની મિલકત નથી \\\"તેવું કહી નાલાયક ગાળો આપી ઉશ્કેરાઈ જઈ વસંતભાઈ રૈયાણીએ જમણા હાથમાં પાઈપ મારતાં રાજુ રૈયાણી અને સંજય રૈયાણીએ ધક્કો મારી ઝપા ઝપીથી નીચે પડી જતાં જમણી પાંસળીમાં વાગેલ. માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્રણે ભાઈઓ ભાગી છૂટ્યા હતા.

બિલ્ડર ત્રિપુટી દ્વારા દુકાનદારને માર મારતાં તેમના ભાગીદાર હરીશભાઈ આવીને સારવાર માટે સુરત ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ તેમણે ઓલપાડ પોલીસમાં ત્રણે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...