તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારામાં વાહન સાવધાની પૂર્વક ચલાવજો નહીં તો ઇ-મેમો આવશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારા નગરના મુખ્ય રસ્તાઓ અને નગરમાં પ્રવેશ આપતા માર્ગો પર 118થી વધુ કેમેરાઓ ફીટ કરી નગરની સુરક્ષા વધારી દેવાઈ છે. જેની સાથે શનિવારથી વાહનચાલકો માટે ઈ-મેમો પ્રથાનો વિધીવત પ્રારંભ કરાયો છે. હવે વ્યારામાં વાહન ચલાવતા સમયે તમામ પ્રકારના ટ્રાફિક નિયમનું પાલન કરવાનું રહેશે નહીં તો ઈ- મેમો ઘરે આવશે.

તાપી જિલ્લાના વ્યારા નગરમાં પોલીસ વિભગ દ્વારા નગરના જુના બસસ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મુખ્યમાર્ગ, નવા બટેન્ડ, બજાર વિસ્તાર સહિત વિવિધ સ્થળોએ 118થી વધુ સીસીટીવી કેમરા ફિટ કરી કાર્યરત કરવામાં આવ્યા છે. જેના પગલે વાહનચાલકો જો ટ્રાફિક નિયમ તોડશે તો તેને ઈ -મેમો મળશે. શનિવારના રોજ વિધિવત સેવા શરૂ કરાઈ છે. જે બાદ ઈ-મેમો પ્રથા દાખલ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે અગાઉ તાપી જિલ્લા ખાતે ટ્રાફિક પોલીસને અંદાજે રૂા.10 લાખની કિંમતના વાહનોની સ્પીડ માપવા માટેનો કેમેરો ફાળવવામાં આવ્યો છે, અને આ કેમેરા દ્વારા હાલ તો ટ્રાફિક પોલીસ દ્વારા પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરી રહી છે. વ્યારા નગર ના વિવિધ વિસ્તારોમાં 118 કેમરો ચાલુ કરી તેનો કંટ્રોલ રૂમ વ્યારા હેડક્વાટરમાં બનાવવામાં આવ્યો છે.

...અનુસંધાન પાના નં. 3

તાપી જિલ્લાના મુખ્ય વડા મથક વ્યારા ખાતે દરેક નાગરિકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે તકેદારી રાખવી પડશે અને જો હવે કોઈપણ નાગરિક બેદરકારી રાખીને કે આડેધડ વાહન પાર્કિંગ, ચાલુ વાહને ફોન પર વાત કરવી, સીટબેલ્ટ સહિતના નિયમોનું પાલન ન કરશે તો તેમના ઘરે આવશે ઓચિંતો ઈ-મેમોનો દંડ મળશે.

40થી વધુ કર્મીઓને અપાઈ રહી છે ટ્રેનિંગ

ઉપરાંત ઈ-મેમો સિસ્ટમ કાર્યરત થાય તે પહેલા 40 જેટલા પોલીસ કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. તેમજ શહેરભરમાં કેમેરાથી નજર રાખવા માટે વ્યારા મુખ્ય પોલીસ મથક ખાતે કંટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે.બોક્સ -------------

નાગરિકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે તકેદારી રાખવી પડશે, અને જો હવે કોઈપણ નાગરિક બેદરકારી રાખીને કે આડેધડ વાહન પાર્કિંગ કરશે, તેમજ ત્રણ સવારી, સીટ બેલ્ટ, કાળા કાચ, ઓવર સ્પીડ સહીત વિવિધ નિયમો તોડનાર વાહન ચાલકો ને ઈ- મેમો આપવમાં આવશે.

કંટ્રોલરૂમમાંથી ગુનાખોરી પર પણ વોચ રખાશે
વ્યારા સીસી કેમેરાનો કંટ્રોલ રૂમ જેમાંથી નગરની ગતિવિધ પર વોચ રખાશે.

તાપી જિલ્લાના વ્યારા પંથકમાં જેને ઈ- મેમો મળશે એ વાહનચાલક દ્વારા ઓન લાઈન અને ઓફલાઈન ઈ -મેમોનો દંડ ભરી શકશે. ઓન લાઈન માટે વેબ સાઈટ ચાલુ થઇ છે. જયારે વ્યારામાં ઓફ લાઈન મેમો ભરવા માટે વ્યારાના જિલ્લા સેવા સદનમાં પોલીસભવન પાસે બનવેલ ઓફીસમાં દંડ ભરી શકશે.

ગુનાખોરી પણ લગામ લગાવાશે
 વ્યારા નગરમાં શરૂઆત થઇ છે આવનાર સમયમાં જિલ્લામાં અન્ય સ્થળોએ ઈ-મેમા સિસ્ટમ કાર્યરત થાય તે પહેલા સાવધાન થઈને ટ્રાફિક નિયમ મુજબ દરેક નાગરિકો પાલન કરે તે તેમના હિતમાં છે. આ સિસ્ટમના કારણે ટ્રાફિક પોલીસ પર કામનું ભારણ પણ ઘટી જશે, અને પોલીસને ટ્રાફિક સમસ્યા અંગે પણ રાહત મળશે. ઉપરાંત કાયદો અને વ્યવસ્થા ભંગ કરનાર અસામાજિક તત્વો, ગુનેગારોને પકડવા માટે પણ સિસ્ટમ ઉપયોગી સાબિત થશે. એન.એન.ચૌધરી, જિલ્લા પોલીસ વડા, તાપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો