તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોડીપાડામાં જિલ્લા કક્ષાનો કૃષિમેળો અને પ્રદર્શન યોજાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉમરગામ તાલુકાના ઘોડિપાડા સાંસ્કૃતિક હોલમાં શનિવારના રોજ સવારે 11 કલાકે જિલ્લા કક્ષાનું કૃષિ મેળો, પ્રદર્શન અને પરિસંવાદનું આયોજન કરવમાં આવ્યું હતું. જેમાં આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરે ખેડૂતની આવક બમણી કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજના અમલમાં મૂકી હોવાનું જણાવ્યું હતું. ખેડૂતો આધુનિક ખેતી કરી અનુરોધ કરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયનો લાભ મેળવવા જણાવ્યું હતું. ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. જેનો અમલ ટૂંક સમયમાં કરાશે હોવાની જાહેરાત કરી હતી. સોલાર પાવર થકી ખેડૂતો વિનામૂલ્યે વીજળી મેળવવાની સાથે ભવિષ્યમાં તેમાંથી આવક પણ મેળવી શકશે. આત્મા પ્રોજકટ હેઠળ કપરાડા-ધરમપુર વિસ્તારના અનેક ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી કરવાનું યોગ્ય માર્ગદર્શન મળતાં ત્યાંના ખેડૂતોએ વિવિધ ખેતીપાકોનું મબલખ ઉત્પાતદન મેળવ્યું છે. કૃષિમેળા પ્રદર્શનમાં વલસાડ જિલ્લા કલેક્ટ‍ર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, ખેતીવાડી અધિકારી એમ.એમ.પટેલ, મદદનીશ ખેતી નિયામક હેમંતભાઇ ચૌધરી, કૃષિ વૈજ્ઞાનિકો, વિવિધ ગામોના સરપંચો, ભાજપ સંગઠન પ્રમુખ મુકેશભાઇ પટેલ, મહામંત્રી પ્રકાશભાઇ પટેલ તથા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો