ઉકાઇ કેનાલમાંથી મંજૂરી વિના પાણી લેનારા જિ. પંચાયત સભ્યની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉકાઇ જમણા કાંઠાની નહેરમાંથી મંજૂરી વિના પાણી લેવાના આરોપસર પોલીસે ભાજપના આગેવાન અને જિલ્લા પંચાયતના સભ્ય પરેશ પટેલની ધરપકડ કરી હતી. જિલ્લા પંચાયતના સભ્ય સામે નહેર વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. આરોપીનો ગણતરીના કલાકોમાં જામીન પર છુટકારો થઇ ગયો હતો.

ઉકાઇ જમણા કાંઠાની નહેરમાં પીવા તથા ઉદ્યોગો માટે પાણી છોડવામાં આવી રહયું છે. કોસમડી ગામ નજીક કેનાલમાંથી ભાજપના આગેવાન અને જિલ્લા પંચાયતના સભ્ય પરેશ પટેલના ખેતરમાં મતસ્ય ઉદ્યોગના તળાવ માટે પાણી લેવામાં આવતું હોવાની ફરિયાદ વિપક્ષના સભ્યએ નહેર ખાતાને કરી હતી. તળાવમાં પાણી લેવા માટે લેખિત મંજૂરી નહિ હોવાથી ટ્રેકટર સહિતની મશીનરી જપ્ત કરાઇ હતી. નહેર વિભાગના અધિકારીએ પરેશ પટેલ વિરૂધ્ધ જીઆઇડીસી

...અનુસંધાન પાના નં.2

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.સામે પક્ષે પરેશ પટેલે પણ નહેર વિભાગના અધિકારી વિરુદ્ધ અરજી કરી હતી. જીઆઇડીસી પોલીસે શનિવારે રાત્રે જિલ્લા પંચાયત સભ્ય પરેશ પટેલની આઈ.પી.સીની કલમ 430 મુજબ ધરપકડ કરી હતી. જો કે ગણતરીના કલાકોમાં તેમનો જામીન પર છુટકારો થયો હતો. ઉકાઇ કેનાલમાંથી મંજૂરી વિના પાણી લેવાના કિસ્સામાં ભાજપના આગેવાન સામે ફરિયાદ અને ત્યારબાદ ધરપકડ થતાં આગામી દિવસોમાં અંકલેશ્વરના રાજકારણમાં નવાજુનીના એંધાણ વર્તાઇ રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...