તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુહારીમાં કોરોનાને લઇ રક્ષણાત્મક ઉકાળાનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાલોડ | તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસની સામે રક્ષણ મેળવવા માટે ત્રણ પ્રકારના ઉકાળા પૈકી ઉકાળાનું વિતરણની સાથે આશૅનિક આલ્બ 30 હોમોયોપેથિક દવાનું વિતરણ કર્યું હતું. જેમાં બુહારી તથ લોકો જોડાયા હતા. લગભગ 1300 લોકોએ ઉકાળો પીધો હતો. જિલ્લા પંચાયત તાપી આયુર્વેદ શાખાના માર્ગદર્શન હેઠળ વિરપોરના ડો. પ્રતિભા ચૌધરી આયુર્વેદિક ઉકાળા વિતરણ અને સરકારી હોમિયોપેથીક દવાખાનું બુટવાડાના ડો. નિકિતા ચૌધરીએ હોમિયોપેથીક દવાનું વિતરણની વ્યવસ્થા કરી હતી જેમાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ કલ્યાણ ટ્રસ્ટ ના પ્રમુખ સત્યજીત ભાઈ. બી. દેસાઈ.સરપંચ રમેશભાઈ ગામીત ઉદયભાઈ દેસાઈ. જિ. પં. ના સદસ્ય દિગેન્દ્રભાઈ પટેલ. માજી પ્રમુખ ખંડુભાઈ પટેલ સહિતના અનેક લોકો હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...