તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં બાળકોને ન્યુટ્રિશન કીટનું વિતરણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મહુવા તાલુકાના બાળકોને ન્યુટ્રિશન ફૂડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુપોષણ મુક્ત અભિયાનમા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સુપ્રિ.મેડિકલ ઓફિસર ડો. મનોજભાઈ, ડો.મહેશભાઈ પટેલ અને આંગણવાડી સ્ટાફના સહયોગથી કુપોષિત બાળકો અને માતાઓને દર મહિને જી.એચ. ભક્તા ફાઉન્ડેશન, મહુવા દ્વારા મમરા પૌવા, દાળિયા, ચણા, ગોળ, ખજૂર, ખારેક બિસ્કીટ, કોપરૂ, ફળો, ન્યુટ્રિશન ફૂડ કીટ આપવામાં આવે છે. તે અંતર્ગત સોમવારના રોજ મહુવા તેમજ બારડોલી તાલુકાના ગામના બાળકોને અને તેમની માતાઓને મહુવાના અગ્રણી પૂનમભાઈ ભક્ત સહિત તબીબોના હસ્તે ન્યુટ્રિસિયન ફૂડ કિટ વિતરણ કરવામાં આવી હતી.જે મેળવી બાળકો અને તેમની માતાઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.આ પ્રસંગે ભક્ત પરિવારની આ ઉમદા કામગીરી અને તેમની સેવા બદલ ડો.મહેશભાઈ પટેલે તેમનો આભાર સાથે કર્યો હતો.

બાળકોને કિટનુ વિતરણ કરતા તબીબો. તસવીર-જયદીપસિંહ પરમાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો