વાલોડના નનસાડ ખાતે શેરડી કાપતા 150 પરિવારોને ધાબળા વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માયપુર |વાલોડના વણિક સમાજના કશ્યપભાઈ શાહ અને ભાવિનીબેન શાહએ વાલોડ ખાતે ગરીબોઓને માટે મદદ કરવા માટે એક અભિયાન ઉપાડયું છે. જેમાં તેમના મિત્ર મંડળનો સાથ સહકાર અને દાન મળવાનું શરૂ થયું છે. આજના ધાબળાઓનુ વિતરણ અમેરિકા નિવાસી ડો.સંધ્યાબેન શાહના દાનથી કર્યું હતું. નનસાડ શેરડી કાપણી માટે આવેલાં મહારાષ્ટ્રના લોકોને 150 ધાબળા અપાયા હતા. ધાબળાઓનુ વિતરણ કામગીરીમાં કશ્યપ ભાઇ અને ભાવીનીબેન સાથે ગ્રા.પં. સભ્ય માધવીબહેનના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતુ.
અન્ય સમાચારો પણ છે...