Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સલીમ મેમણ હત્યા કેસમાં વાપીના 3ને ઉચક્યાની ચર્ચા
વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરનારા દમણના સલીમ મેમણની તેના વાહનના શોરૂમમાં થોડા દિવસ પહેલા મોડી સાંજે પ્રવેશી બે બાઇક પર આવેલા ચારથી પાંચ ઇસમોએ અંધાધુંધ ફાયરિંગ કરતા સલીમને માથા તેમજ છાતીના ભાગે ગોળી વાગી હતી. જેમાં ઘટનાસ્થળ તેનું મોત થયું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. આ હત્યા કેસમાં વાપીના ત્રણ શંકાસ્પદ નામી વ્યક્તિને દમણ પોલીસે ઉચક્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. આ શંકાસ્પદ વ્યક્તિઓ એક રાજકીય પાર્ટીથી જોડાયેલા છે અને હત્યા કેસમાં તેમની સંડોવણી હોઇ શકે તેવી પોલીસને આશંકા છે. જોકે દમણ પોલીસ હાલ આ મુદ્દે કંઇ પણ બોલવા તૈયાર નથી. ટૂંક જ સમયમાં આ હત્યા કેસ ઉકેલી દેવાશે તેવું જાણવા મળેછે.
શોરૂમમાં ગોળી મારી હત્યા કરી હતી
રાજકીય પાર્ટીથી જોડાયેલા છે અને હત્યા કેસમાં તેમની સંડોવણી હોઇ શકે તેવી પોલીસને આશંકા છે. જોકે દમણ પોલીસ હાલ આ મુદ્દે કંઇ પણ બોલવા તૈયાર નથી. ટૂંક જ સમયમાં આ હત્યા કેસ ઉકેલી દેવાશે તેવું જાણવા મળેછે.