Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડાંગમાં સરકારી વાહનનો અંગત કામમાં વપરાશ થતો હોવાની ચર્ચા
ડાંગ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગ વાહનોમાં સરકારી નિયમોનો ભંગ બાદ હવે ખુદ જિલ્લા આરોગ્ય અધિકારીએ સરકારી કામ અર્થે ફાળવેલા વાહન અંગત કામ માટે વાપર્યાની ચર્ચા છે.
ડાંગ આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગથી રાખવામાં આવેલા વાહનો સરકારી નીતિરીતિ વિરુદ્ધ હોવાના જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરીએ આપેલી તપાસ બાદ હવે આરોગ્ય અધિકારી માટે ફાળવેલી ટવેરા (નં. જીજે-19-એએ-5978) ગત ડિસેમ્બરમાં સરકારી કામ બતાવ્યા વગર અંગત કામ માટે વપરાયાની ચર્ચા ચાલી છે. ટવેરા 30મી ડિસેમ્બર 2019એ નેશનલ હાઇવે પર આવેલ ભરથાના ટોલ પ્લાઝા પરથી પસાર થઇ હોવાની ટોલ રસીદ બહાર આવતા જિલ્લા આરોગ્ય વિભાગમાં ચકચાર મચી ગઈ છે.
ગેરરીતિ જણાશે તો કસૂરવારો સામે કડક કાર્યવાહી કરાશે
આરોગ્ય વિભાગમાં વાહનોની ગેરરીતિની તપાસ કરવા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. તપાસમાં ગેરરીતિ જણાશે તો કસુરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બીબીબેન ચૌધરી, પ્રમુખ, ડાંગ જિ.પં.