તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદવાડાના ઓરવાડ (આરએસ) ગ્રામ પંચાયતમાં આવેલી બે બિલ્ડિંગમાં ગંદા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉદવાડાના ઓરવાડ (આરએસ) ગ્રામ પંચાયતમાં આવેલી બે બિલ્ડિંગમાં ગંદા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન કરાતા વિજય નગર સોસાયટીના રહીશોએ નર્કાગાર સ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા છે. છેલ્લા પાંચ વર્ષથી ખાળકૂવાના પાણી ઉભરાયને તળાવમાં તબદીલ થતા સ્થાનિક રહીશોના માથે બિમારીનું જોખમ ટોળાય રહ્યું છે. આ મુદ્દે ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવા છતાં પણ ઓરવાડ પંચાયત દ્વારા કોઇજ કાર્યવાહી થઇ નથી.

ઓરવાડ સ્થિત વિજય નગરમાં માકૃપા બંગલાની સામે આવેલા યોગેશ્વર અને પૂજા બિલ્ડિંગમાં ડ્રેનેજ લાઇનની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે ખાળકૂવાનું ગંદુ પાણી ઉભરાયને વિજય નગર સોસાયટીના ખુલ્લા મેદાનમાં તળાવમાં તબદીલ થઇ ગયું છે. છેલ્લા પાંચ વર્ષથી સ્થાનિક રહીશો નર્કાગાર સ્થિતિમાં રહેવા માટે મજબૂર બન્યા છે. ઓરવાડ ગ્રામ પંચાયતથી લઇને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ સમસ્યાનુ઼ નિકાલ ન કરાતા વિજય નગરના રહીશ માટે હાલ ગંદાપાણીએ બિમારીનું ઘર બની ગયું હોય એવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો