તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીલીમોરામાં બંબાખાના સામે કચરાપેટી પાસે કચરાનો નિકાલ નહીં થતાં ગંદકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા પશ્ચિમમાં આવેલ જુના બંબાખાના સામે મૂકવામાં આવેલી કચરાપેટી પાસેનો કચરો નિકાલ નહિ થવાના કારણે સ્થાનિકો અને ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પાલિકા વહેલી તકે આ સફાઈ કરાવે તે જરૂરી બન્યું છે. બીલીમોરા પશ્ચિમ તરફ આવેલા જુના બંબાખાના પાસે એક કચરા પેટી મુકવામાં આવેલ છે. જ્યાં પડેલ કચરો નિકાલ નહી કરાતા સ્થાનિકો અને તેમજ દુકાનદારો તેમજ ત્યાંથી પગપાળા પસાર થતાં રાહદારીઓને ભારે દુર્ગંધ અને ગંદકીનો ત્રાસ સહન કરવાનો વારો આવી રહ્યો છે. આ જગ્યા નજીક શાકભાજી માર્કેટ અને ખાણી પીણીની લારીઓ પણ આવેલી છે. ગંદકીના કારણે ડુક્કરો પણ ત્યાં પડી રહે છે, જેના કારણે વધુ ગંદકી થાય છે તેમજ પાણીના ભરાવાના કારણે કાદવ કીચડ ફેલાયો છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ ફેલાય છે. સ્થાનિકો અને આસપાસના સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકા આ જગ્યાની સફાઈ કરાવે એવી સ્થાનિકોની માંગ છે.

જૂના બંબાખાના પાસે આવેલી કચરાપેટી પાસે ગંદકી.

અન્ય સમાચારો પણ છે...