પ્રણય માટે દીપડી તાબે ન થતાં દીપડાએ તેના બચ્ચાને પતાવી દીધું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકાના રોસવાડ ગામે રાત્રી દરમિયાન શેરડીના ખેતરમાંથી મૃત દીપડું બચ્ચું મળી આવ્યું હતું. બચ્ચનના મોત પાછળ કદાવર દીપડાઓ હુમલો કર્યો હોવાનું વનવિભાગના અધિકારીઓએ જણાવે છે. દીપડી મેટિંગ માટે તાબે ન થતાં બચ્ચા પર હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મૃતક બચ્ચાનું પી.એમ કરાવી વિશેરા ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. જેના રીર્પોટ આધારે મોતનું સાચુ કારણ જાણી શકાશે.

જુના રોસવાડ ગામે સુરતના ખેડૂતના શેરડીના ખેતરમાં મૃત હાલતમાં દીપડું બચ્ચું હોવાનું ઘલા ગામના જીવદયા પ્રેમી યોગેશભાઈને જાણ થઇ હતી. જેથી રવિવારની રાત્રે ખોડંબા રાઉન્ડ ફોરેસ્ટને જાણ કરી હતી, જેથી માંડવી વન વિભાગના ઇ.ચાર્જ ફોરેસ્ટર નેહાબેન તેમજ બીટ ગાર્ડ નીલમબેન, ઉષાબેન રાત્રેજ સ્થળ પર પહોચી ગયા હતા. સ્થળ પર જતાં સાડા પાંચ માસનું દીપડું મૃત બચ્ચું હતું. દીપડું બચ્ચું ઇનફાઇટમાં મોત થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યુ હતું, અને ત્રણ દિવસ પહેલા મોત થયું હતું. કદાવર દીપડાઓ હુમલો કરી બચ્ચાને મારી નાખ્યું હતું. જોકે, જાણકારો દીપડી મેટીંગ માટે દીપડાને તાબે ન થઈ હોય ,જેથી દીપડીના બચ્ચા પર દીપડાઓ ગુસ્સો ઉતારી હુમલો કરી મારી નાખ્યું હોવાનું જણાવે છે. વન વિભાગના કર્મચારીઓ રાત્રે જ મૃત દીપડાના બચ્ચાનો કબજો લઈ માંડવી પશુ ચિકીત્સક દવાખાને લાવવામાં આવ્યું હતું. જ્યાં સવારે વેટનરી ડોક્ટરે બચ્ચાનું પી.એમ કર્યું હતું, અને વીશેરા લઈ મૃત્યુના કારણ જાણવા સુરત ફોરેન્સીક લેબમાં મોકલવામાં આવ્યા છે. ફોરેન્સીક રીપોર્ટમાં જ મોતનું સાચું કારણ જાણી શકાશે.

રોસવાડ ગામેથી દિપડાનું મૃત બચ્ચુ મળ્યુ હતું.

ટેરેટરી પર કબ્જાે મેળવવા નર દીપડા વચ્ચે લડાઇ થતી હોય છે
ખાસ કરીને દિપડાઓ પોતાના નક્કી વિસ્તારમાં જ્યાંરે બીજાનું આગમન થાય, ત્યાંરે પોતાનો વિસ્તારનું આધિપત્ય જાળવવા બે દિપડાઓ કબ્જા માટે અંદરો અંદર ઝઘડો કરતા હોય છે. જોકે, આ કિસ્સામાં સાડા પાંચ માસનું બચ્ચું પર હુમલો થયો હોય, કબ્જા માટે ઝઘડો થયો ન હોય.

આંતરિક લડાઇમાં મોત થયું છે
રોસવાડ ગામે શેરડીના ખેતરમાં મળેલ દિપડાનું મૃત બચ્ચું આશરે સાડા પાંચ માસનું છે. દિપડાના હુમલાના કારણે મોત થયું હોવાનું લાગી રહ્યું છે. વિક્રમસિંહ સુરમાં, આરએફઓ માંડવી

બચ્ચા હોવાથી દીપડી મેટિંગ કરતી નથી
આ ઘટનામાં મેટીંગના કારણે હુમલો કર્યો હોવાનું માની શકાય. દીપડી બચ્ચા સાથે હોય, આ સમયે દીપડા સાથે મેટીંગ માટે તાબે ન થતાં ગુસ્સામાં આવી દીપડાઓ હુમલો કરે છે. જતીન રાઠોડ, પ્રમુખ,ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ,બારડોલી

અન્ય સમાચારો પણ છે...