તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હથુકાની વોલીબોલ ટુર્નામેન્ટમાં દેલાવાડાની ટીમ ચેમ્પિયન બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ | વાલોડ તાલુકાના હથુકાગામે યુવા કલબના નવયુવાનોએ નાઈટ વોલીબોલ ટુનૉમેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું. વાલોડ મહુવા બારડોલી ડોલવણતાલુકાની વિવિધ ૪૦ ટીમોએ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં વિજેતા ટીમને ઈનામી ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ ટુર્નામેન્ટની ફાઈનલમાં દેલવાડા અને બોરીયા મેચ રમાઈ હતા. જેમાં ફાઈનલ દેલવાડા ટીમ ચેમ્પીયન બનતા ખેલાડીઓઈનામી ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હથુકા ગામે ઓપન ડાયરેકટની નાઈટ વોલીબોલ ટુનૉમેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન આગેવાન વાલોડ ભાજપના પ્રમુખ ટિકલભાઈ પટેલ, તાપી જિલ્લાના યુવામોરચાના અમિતભાઈ પટેલ, તાલુકાના ઉપપ્રમુખ શૈલેષ પટેલ, સંદિપભાઈપટેલ આજુબાજુ ગામના નવયુવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...