ધોળીકૂઈ ગામે કરંટ લાગતાં યુવકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંકલ | માંગરોળ તાલુકાના ધોળીકૂઈ ગામે રહેતા કાળીદાસ વસાવા (28) 10મીના રોજ ધોળીકૂઈના ખેડૂત રૂપિસંગભાઈ ચૌધરીના ખેતરમાં વીજ ડીપી ઉપર સમારકામ કરવા ગયો હતો. આ સમયે વીજ ડીપીના સમારકામ વખતે અચાનક કાળીદાસને વીજ કરંટ લાગતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવ અંગે મુત્યુ પામનારના પિતા ચુનીલાલ ઝીણાભાઈ વસાવાએ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. માંગરોળ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, અને યુવકના મુતદેહનો કબજો લઈ કાયદેસર કાયવાહી કરી હતી.
અન્ય સમાચારો પણ છે...