તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમપુર|ધરમપુરના શ્રી સંકટ મોચન હનુમાનજી યુવક મંડળ, માલનપાડા દ્વારા હનુમાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર|ધરમપુરના શ્રી સંકટ મોચન હનુમાનજી યુવક મંડળ, માલનપાડા દ્વારા હનુમાન જયંતિ નિમિતે મંદિરના લાભાર્થે શુક્રવારે સંતવાણી ડાયરાનું આયોજન કરાયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સંકટ મોચન હનુમાન મંદિર મહોત્સવ, તૃતીય હનુમાન જયંતિનું ભવ્ય આયોજન અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. માલનપાડા, નાસિક રોડ ખાતે શુક્રવારે રાત્રે 8 કલાકે આયોજિત સંતવાણી લોકડાયરામાં ભજન કલાકાર કાનાભાઈ ભરવાડ, રાજકોટ, સંતવાણી લોકગીત રેખાબેન વસાવા, વડોદરા, હાસ્ય અને સાહિત્ય નરેશભાઈ આહીર, તબલાવાદક, વિશાલ ભાનુશાલી, આનંદ પટેલ સહિત ઉપસ્થિત રહેશે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...