તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમપુર| ધરમપુરના નવસર્જન સાહિત્ય વર્તુળ, અને આરણ્યક ગોષ્ઠીના સયુંકત ઉપક્રમે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર| ધરમપુરના નવસર્જન સાહિત્ય વર્તુળ, અને આરણ્યક ગોષ્ઠીના સયુંકત ઉપક્રમે ધીરુભાઈ મેરાઈ અને દયારામ લાડ દ્વારા કાકડકોપર ગામે સાહિત્ય યાત્રા યોજાઈ હતી. યુવા શિક્ષક બાબુભાઈ ચૌધરીના યજમાનપદે કાકડકોપરમાં યોજાયેલી સાહિત્યયાત્રામાં ધરમપુરની આસપાસના સાહિત્યરસિકો ભેગા થયા હતા. જેમાં ચર્ચાપત્રી રાયસિંગભાઈ વળવી, સોનુભાઈ વળવી, કવિ રાજેશભાઈ પટેલ, શરદભાઈ ગાંગોડા, વનવિભાગના દિનેશભાઈ વડવી, અંકુરભાઈ વળવી, પત્રકારો, સાહિત્યસર્જકો તથા ચર્ચાપત્રીઓએ ઉપસ્થિત રહી સાહિત્યયાત્રાને ટકાવવા માટે લોકોમાં જાગૃકતા કેળવવા જરૂરી હોવાનું માન્યું હતું. નિયમિત રીતે શાળા, કોલેજોમાં કાર્યક્રમો લઈ જવા પર ભાર મૂકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...