તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમપુર પાલિકાએ મિલ્કત 95.57 ટકા વેરા વસૂલાત કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર નગર પાલિકા દ્વારા તા. 1-4-2018 થી 31-3-2019ના નાણાકીય વર્ષ દરમ્યાન કુલ રૂપિયા 1,25,70,294ના માંગણા સામે રૂપિયા 1,20,14,168 જેટલા મિલ્કત વેરાની વસુલાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સતત છ વર્ષથી મિલ્કત વેરામાં 90 ટકા ઉપરની વસુલાતની ટકાવારી જાળવી ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી છે.

ધરમપુર નગર પાલિકાના સીઓ જે.વી.પરમાર, પ્રમુખ જયદીપસિંહ સોલંકી, કારોબારી અધ્યક્ષ રમેશભાઈ અટારા, ટીપી.ચેરમેન પ્રણવ શિંદે સહિત સમગ્ર ચૂંટાયેલી પાંખના માર્ગદર્શન હેઠળ મિલ્કત વેરાશાખાના ટેક્ષ ઇન્સ્પેક્ટર વિનય આર. દસોંદીની રાહબરીમા ટીમ બનાવી વેરા વસુલાતની કામગીરી હાથ ધરી હતી. ટીમો દ્વારા ડોર ટુ ડોર બિલોની વહેંચણી કરી 31 માર્ચ 2019 સુધીમા પાલિકાની તિજોરી નગરની જનતાના સહયોગથી છલકાવી હતી.પાલિકા તંત્ર દ્વારા નાગરિકો દ્વારા દાખવેલી તેમની ફરજ અને કર્મચારીઓને મેહનતને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...