તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરમપુર-જોધપુર બસ અન્ય ડેપોમાં ફાળવતા 30 ગામના સરપંચનો વિરોધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કપરાડા અને ધરમપુર તાલુકાના મોટા ભાગના સરપંચો દ્વારા એસ.ટી ડેપોના વિભાગીય નિયામક વલસાડને લેખિત રજૂઆત કરી ધરમપુર ડેપોની જોધપુર સ્લીપર બસ તે વાયા નાનીવહીયાળ, નાનાપોઢા, મોટાપોઢા થઈ ને ચણોદ થી વાપી વાયા કરી ને જોધપુર ચાલે છે.તે રૂટની બસ અન્ય રૂટ એટલે કે વાપી ડેપોમાં ફાળવણી કરવાની હિલચાલ કરાશેતો લોકો રોડ ઉપર ઉતરી આવશે

ધરમપુર ડેપોથી ચાલતી જોધપુર સ્લીપર કોચ બસ આદિવાસીના અભ્યાસ કરતા વિધાર્થી માટે જીવાદોરી સમાન ગણાવી છે અને મુસાફરો માટે પણ આ બસ ખુબજ મહત્ત્વની છે.ધરમપુર અને કપરાડા તાલુકાના વિસ્તારના મુસાફરો જેવા કે વિધાર્થી કે વેપારી વર્ગ અમદાવાદ ,હિંમતનગર,ખેડબ્રહ્મા તેમજ રાજસ્થાન ઉચ્ચ અભ્યાસ માટે ખુબજ મોટી સંખ્યામાં રાજસ્થાન રાજ્યના મોટાપોઢા - નાનાપોઢા અને કપરાડા તેમજ સુથારપાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં સ્થાયી છે તે લોકો માટે આ ધરમપુર ડેપોની જોધપુર સ્લીપર કોચ બસ આશીર્વાદ સમાન ગણાવી છે આ બસ અન્ય ડેપોમાં ફાળવણી એટલે કે વાપી ડેપોમાં ફાળવણી કરવાની જે હિલચાલ છે તેની સામે ધરમપુર અને કપરાડા તાલુકાની પ્રજા અને તમામ સરપંચો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી છે.

એસ.ટી વિભાગ વલસાડ વિભાગીય નિયામક કચેરી અબ્રામા વલસાડ દ્વારા અન્યાય થશે તો તેનું પરિણામ ભોગવવા પડશે જેથી અંગે બાલચોઢી, કાકડકોપર, વાજવડ, ઓઝર,નાનાપોઢા, મોટાપોઢા, માંડવા,ધોધડકુવા, કોઠાર,અંધારપાડા, ભંડાર કચ્છ,વારણા, વડખંભા, સુખાલા, અંભેટી વગેરે ગામના સરપંચોના સહી સિક્કા સાથે લેખિત અરજી વિભાગીય નિયામકશ્રીની કચેરી એસ.ટી.વિભાગ વલસાડ ને તા.11.3.2020 ના રોજ કરી છે જેની નકલ રવાના વલસાડ- ડાંગ સાંસદ ડૉ. કે.સી.પટેલ,રાજ્ય મંત્રી રમણભાઈ પાટકર, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ એચ.ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને નકલ મોકલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો