રબારી, ભરવાડ અને ચારણજાતિને અ.જ.જા.ને યાદીમાંથી દૂર કરવા રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યમાં રબારી, ભરવાડ અને ચારણજાતિના ઉમેદવારોએ અ. જા.જાના દાખલાઓ મેળવી નોકરી મેળવી રહ્યાં હોય જે અંગેનો આદિવાસીઓ દ્વારા ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા સહિતના પાંચ સાસંદોએ વડાપ્રધાન, ગૃહપ્રધાન બાદ આદિજાતિ મંત્રાલય તથા રાષ્ટ્રીય આયોગ (એસટી)ના દરવાજા ખખડાવ્યા છે.

સાંસદ પ્રભુભાઈ વસાવા, મનસુખ વસાવા, જશવંતસિંહ ભાંભોર, ગીતાબેહન રાઠવા તથા કેસી પટેલ દ્વારા આદિજાતિ મંત્રાલયના કેબિનેટમંત્રી અર્જુન મુંડા તથા રાષ્ટ્રીય આયોગના ચેરમેન નંદકુમાર સાઈને પણ લેખિતમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા 29-10-1956ના જાહેરનામાથી ગીર, બરડા અને આલેચના જંગલ વિસ્તારમાં આવેલ નેસોમાં વસાવટ કરતાં રબારી, ભરવાડ અને ચારણને અનુસુચિત જનજાતિમાં સમાવવામાં આવેલા આ સમયે સમાજિક અને શૈક્ષણિક પછા વર્ગમાં કોઈ જાતી જાહેર કરવામાં આવી ન હતી. ગુજરાત રાજ્યમાં 28-8-1972થી બક્ષી કમિશનની નિમણૂક થઈ અને બક્ષી કમિશનની ભલામણથી 1-4-1978થી સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિઓમાં રબારી, ભરાવડ અને ચારણ જાતિનો સમાવેશ થયેલ છે. હાલમાં રબારી, ભરવાડ અને ચારણ જાતિ સમાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં અને ગીર, બરડા અને આલેચના જંગલોમાં નેશ વિસ્તરામાં રબારી, ભરવાડ અને ચારણ અનુસુચિત જનજાતિમાં સમાવેશ થયેલ છે. આ રબારી, ભરાવડ અને ચારણો એકબીજાના સમાજિક સંબંધો છે. આમ ઘણા સમયથી ચાલતા આ સંઘર્ષને દૂર કરવા માટે રબારી, ભરવાડ, ચારણ જાતિને અ.જ.જાની યાદીમાંથી દૂર કરવા આદિવાસી સાંસદોએ રાષ્ટ્રીય આયોગથી લઈ
આદિવાસી મંત્રાલયના દરવાજા ખખડાવ્યા છે. ત્યારે જોવુ રહ્યું કે પરિણામ શું આવશે.

_photocaption_સાંસદ પ્રભુભાઈએ બોગસ પ્રમાણપત્ર અંગે રજૂઆત કરી હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...