Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રોટેશન શરૂ થાય તે પહેલાં જામણીયા માઈનોરના સાયફન દુરસ્ત કરવા માંગ
તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ વિસ્તારમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા સિંચાઈ યોજના અંતર્ગત જામણીયા માઈનોરમાં ઠેરઠેર કેનાલ સાયફન જર્જરિત બની ગઈ છે. નહેરના પ્લાસ્ટરના પોપડા ઉખડી જતાં જ ખેડૂતોમાં ભભૂકતો રોષ ફેલાયો છે. નહેરના સાયફન બનાવવા માટેની રજૂઆત કરી છે. હાલમાં રોટેશનમાં અનાવલ ખેરગામ તરફનું હોય. નહેરમાં પાણી ન હોવાથી તાત્કાલિક અસરથી બનાવવાની માંગ ખેડૂતો કરી
રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઉકાઈ ડાબા કાંઠા માંથી પસાર થતી મેઈન કેનાલમાંથી ગાંગપુર બાગલપુર વિસ્તારોમાં સિંચાઈની જામણીયા માઈનોરમાં ઠેરઠેર કેનાલ સાયફન બંને સાઈડ પરથી ધોવાણ થઈ જતાં સાયફનમાં પ્લાસ્ટરના પોપડા ઉખડી ગયા છે. આ સાયફન બનાવ્યાના ટુંકા સમયમાં જ ભંગાણ થતાં જ સરકાર દ્વારા કરવામાં આવતા લાખો રૂપિયાની મરામત નો ખર્ચ યોગ્ય સરકારી અધિકારીઓ દ્વારા નિદર્શન ન થતાં સરકારી નાણાંનો બગાડ થઈ રહ્યો છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
દર વર્ષે ચોમાસુ દરમિયાન મેન્ટેનન્સ કરવામાં આવે છે પરંતુ સાયફન તુટેલી હાલતમાં આવી ગયાં હોવાની રજૂઆત ખેડૂતો દ્રારા કરવામાં આવી હોવા છતાં પણ રિપેરિંગ કે તુટેલી જગ્યાએ મરામત કરવામાં આવતી નથી. જેને પગલે ખેડૂતો માં ભભૂકતો રોષ ફેલાયો છે. ગાંગપુર બાગલપુર ઘાણી સહિતના વિસ્તારોમાં થી પસાર થતી નહેરની બંને સાઈટ ઠેર ઠેર ઉબડખાબડ થતાં નવેસરથી બનાવવા માટેની પણ માંગ ઉઠી છે. ખેડૂતો માટે જીવાદોરી સમાન આ સિંચાઈ યોજના અંતર્ગત હજારો ખેડૂતો નુ જીવન આ સિંચાઈ યોજના પર નિર્ભર છે. ત્યારે ઉકાઈ ડાબા કાંઠાના વાલોડના કાર્યપાલ ઈજનેર સ્થળ નિદર્શન કરી ખેડૂતોને પડતી હાલાકી દૂર કરવામાં આવે એવી પ્રબંધ લોકમાંગ ઉઠી છે.
યોગ્ય તકેદારી ન રખાતા સાયફન બનાવ્યાના ટૂંકા સમયમાં જ ભંગાણ થતાં ખેડૂતોમાં ભભૂકતો રોષ
21 માર્ચથી 5 એપ્રિલ સુધી જામણીયા બામણીયા વાલોડનું રોટેશનમાં રિપેરિંગ કરી શકાય
જામણીયાથી પસાર થતી માઈનોર બંધ હોય, રિપેરિંગ કરી શકાય
ઉકાઈ ડાબા કાંઠાની મુખ્ય કેનાલનું રોટેશનમાં 5 માર્ચથી 20 માર્ચ ખેરગામ અને અનાવલ તરફની કેનાલનું પાણી હાલમાં ચાલુ છે. આ રોટેશન બાદ જામણીયા, બામણીયા, વાલોડનું રોટેશન તારીખ 21 માર્ચથી 5 એપ્રિલથી ચાલુ કરવામાં આવશે. તે સમય પહેલાં આ જામણીયા માઈનોર પડેલ ભંગાણની મરામત થાય એવી પણ માગણી ખેડૂતો કરી રહ્યા છે.
યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે
જામણીયા માઈનોરમાં નહેરની સાઈડ પરનાં સાયફન તુટી ગયા છે. જે બનાવવા માટે ગાંગપુર તરફના ખેડૂતોની ફરિયાદ મળી છે. સાયફન બનાવવા માટેની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. > મનીષભાઈ ચૌધરી, અધિક મદદનીશ ઈજનેર, વાલોડ
પાણી ન હોય રિપેર કરો
જામણીયા માઈનોરમાં ઠેરઠેર ભંગાણ પડી ગયાં છે. આ ઠેર ઠેર સાયફન તાત્કાલિક અસરથી બનાવવા જોઈએ. જામણીયા શાખામાં હાલમાં પાણી નથી. એટલે રિપેરિંગ મરામત કરી શકાય. > ધર્મેશ પટેલ, ખેડૂત
_photocaption_જામણિયા માઈનોરની જર્જરિત હાલત.*photocaption*