તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગંગથા ગામના રાજાના વારસદારને વળતર ન મળતાં કલેક્ટરને રજૂઆત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુકરમુંડા તાલુકાના ગંગથા ગામના ગ્રામજનો દ્વારા ગુજરાત સરકારે જુના સ્ટેટો જે ખાલસા કરેલ હતાં તેમને કાનૂની જોગવાઇઓ મુજબ કરોડો રૂપિયાનું વળતર અપાયા બાદ ચીફટન ઓફ ચીખલી સ્ટેટ ગંગથાના રાજાના વારસોને વળતર ન મળતા કૂકરમુંડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ગંગથા ગામના ગ્રામજનો અને ગુજરાત સરકારે ખાલસા કરી સરકારમાં વિલીનીકરણ કરેલ જુના મોજે ચીફટન ઓફ ચીખલી સ્ટેટ ગંગથાના મૂળ રાજા ગુમાનસિંગ સોમજી વસાવેના વારસો છીએ. પરંતુ ગુજરાત સરકારે મૂળ સ્ટેટો જે ખાલસા કરેલ તેમને કાનૂની જોગવાઇઓ મુજબ કરોડો રૂપિયાનું વળતર આપેલ છે. પરંતુ અમો ચીફટન ઓફ ચીખલી સ્ટેટ ગંગથાના રાજાના વારસો કે સ્ટેટને કોઈપણ આપેલ નથી. તેમજ અમો વરસો કફોડી હાલતમાં છીએ, અને ગુજરાત સરકાર દ્વારા કોઈ વળતર આપવામા આવ્યું છે કે કેમ ω કોને આપ્યું ω ગંગથા ગામના કેટલાક વારસદારો ભૂમિહિન છે.

ગંગાથા સ્ટેટ ખાલસા કે વિલીનીકરણ કયા કાયદા હેઠળ, કોઈ નોટિફિકેશન, રાજ્ય પરિપત્ર વગેરે હૂકૂમો થયેલ છે ω આ બાબતે અમો વરસો દ્વારા માહિતી અધિકાર કાયદા હેઠળ તાલુકાના તથા જિલ્લાની કચેરીઓમાં અરજી કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ માહિતી મળેલ નથી. તેમજ અમારા વડીલોની ખેતી જમીનો આવેલી હતી પરંતુ તેમાં પડેલી નોંધ મુજબ એકત્ર કુટુંબ મેનેજર તથા મુખ્ય વહીવટીકર્તા તરીકે જેતે વખતના વારસોએ એકલાના નામે કરી કબજો પણ કરી લીધીલ છે. આધારીત સાધનો કે કાગળો ક્યાં હક્કથી જમીન નામે કરી કાયદાકીય જરૂરી દસ્તાવેજ વગર જ જમીન નામ પર કરી લીધી છે.

અમુક ઇસમો ગંગથા સ્ટેટના ઇસમો ન હોવા છતા તેમની પાસે 100 એકરથી વધારે જમીન છે. તેમજ અમો રાજના મૂળ વારસદારોને જમીન કે કોઈ વળતર નહીં મળતા અમારી હાલત કફોડી બની ગઈ છે અને ગ્રામજનો કે કુટુંબની વિકાસની કે સર્વાંગી વિકાસની વાત તો દૂર છે. અમો વારસદારો આધારવિહોણા કુટુંબો અને ગ્રામજનોમાં હાલ આત્મહત્યા કરવાનો વિચાર આવી ગયો હોય. એવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેમજ અમો ગંગથા ગામના ગ્રામજનો સંયુક્ત કુટુંબોના વારસો સંયુક્ત રીતે નકારત્મક પગલું ભરે તે પહેલા યોગ્ય તપાસ કરી ન્યાય મળે તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો