તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીજીઆરસી યોજનામાં પડી રહેલી વિવિધ મુશ્કેલીના નિવારણની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણ ગુજરાત ડ્રીપ ડીલર એસોસીએશન દ્રારા સોમવારના રોજ કામરેજ પ્રાંતને 2005 થી ગુજરાતના ખેડુતોને ટપક અને ફુવારા પઘ્ઘતિની સહાય અને ટેકનોલોજી મળે તે GGRC યોજના ચાલુક કરવામાં આવી હતી. આ યોજનામાં વિવિઘ મુશ્કેલીઓ પડતી હોવાથી આવેદન પાઠવાયું હતું.

આવેદન પત્રમાં જણાવ્યુ હતુ કે GGRC નિયમમાં ટપક કે ફુવારા વસાવેલા ખેડૂતોને 7 વર્ષ થયા પછી ફરી સહાય મેળવવા માટે પાત્રતા ઘરાવતા અને અન્ય ખેડૂતો તેની સહાય 70 ટકાથી ઘટાડીને નાના ખેડુતો માટે 55 ટકા અને મોટા ખેડૂતો માતે 45 ટકા કરવામાં આવી છે.ટપક અને ફુવારા પિયત પદ્ધતિમાં ઉપકરણ પર 12 ટકા જીએસટી છે.જે ઘટાડીને 5 ટકા કરવામાં આવે. સિસ્ટમ વસાવતા ખેડુતોના મટીરીયલનો વીમો GGRC દ્વારા ઉતારવામાં આવે છે.જે વીમાનુ કવરેજ ટ્રાયલ રન પછીના મહીનાથી થાય છે. જેને અંદાજિત બે મહિના લાગે છે. છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણી આચાર સહિતા દરમ્યાન GGRCની યોજનામાં નવી અરજી લેવાતી નથી 2019 એપ્રીલ મે માં ચૂંટણીની આચારસહિતા લાગુ થશે અને 80 ટકા ખેડુતો આ સમય દરમ્યાન ટપક પદ્ધતિ વસાવતા હોય છે.આ તમામ મુદ્દાઓને લઈને ડ્રીપના ડીલરો મનસુખભાઈ અકબરી,રોહનભાઈ પટેલ,નરપતસિંહ ચાવડા સહિતના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...