તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડોદરામાં ઠેર-ઠેર ફેલાયેલી ગંદકી દૂર કરવાની માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદરા નગરમાં ઠેર ઠેર ગંદકી તેમજ કચરાના ઢગલા તેમજ યોગ્ય ડપિંગ સાઈડના અભાવના કારણે સર્જાતી ગંદકીની સમસ્યા અને નગરમાં થોડા મહિના અગાઉ બનેલા રસ્તાઓ તૂટી જવા જેવી સમસ્યા બાબતે કડોદરા નગરના ચીફ ઓફિસરને રજુઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ગત 13મી ડિસેમ્બરના રોજ કડોદરા નગર પાલિકામાં ડમ્પિંગ સાઇન્ડના મુદ્દે કડોદરા પાલિકાના વિપક્ષના નેતા દેવેન્દ્રભાઈ પટેલ તેમજ ભગવાન પઢીયાર, જિગ્નેશ મોદી, અજીમ ખાન જેવા કાર્યકર્તાઓએ કડોદરા પાલિકા ખાતે હુરિયો બોલાવી પાલિકા ચીફ ઓફિસર રાજકુમાર ત્રિવેદીને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી. જેમાં જણાવ્યા અનુસાર કડોદરા નગરમાં આવેલા અકામુખી હનુમાન મંદિરના પાછળના ભાગે કડોદરા પાલિકા દ્વારા ગેરકાયદેસર ડમ્પિંગ સાઈન્ડ બનાવી આખા કડોદરા નગર માંથી ઉઘરાવેલો કચરો ઠાલવવામાં આવે છે. જેના કારણે આસપાસના વિસ્તારના વસતા લોકોએ આ અંગે કડોદરા નગર પાલિકામાં રજુઆત કરી હતી જે મુદ્દે હજુ સુધી પાલિકાએ કોઈ યોગ્ય પગલાં નહિ ભરતા આખરે આજે વિપક્ષ દ્વારા આવેદન પત્ર આપી વિરોધ કરવામાં આવ્યો હતો.

કડોદરા નગરપાલિકામાં કચરા મુદ્દે આવેદનપત્ર આપ્યું

નગરજનો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત
કડોદરા પંચાયતમાંથી પાલિકા બનીને 4 વર્ષ વીત્યા છે, પરંતુ કડોદરા પાલિકા વિસ્તારના દરેક ભાગમાં કચરાના ઢગલા,ગંદા પાણીની ઉભરાતી ગટર, તેમજ પાકા રસ્તાનો અભાવ અને તૂટેલી બગડેલી સ્ટ્રીટ લાઈટ જેવા પ્રાથમિક સુવિધાઓ અંગે યોગ્ય કામગીરી ન થઇ હોવાની લોકોમાં ચર્ચા છે.

પાલિકાને ફક્ત વેરા વસૂલવામાં રસ
કડોદરા નગરમાં ઠેરઠેર ગંદકી પથરાયેલી છે તેમજ આખા કડોદરા પાલિકાનો કચરો ધાર્મિક સ્થળની પાછળના ભાગે નાખવામાં આવે છે. જેનો અમે વિરોધ કરીએ છીએ તેમજ માત્ર ત્રણ મહિના પહેલા બનેલા રસ્તાઓ પણ નગરમાં તૂટી ગયા છે જે અને નગરમાં ઠેરઠેર ગંદકી પણ જોવા મળી છે. તો પાલિકાએ ફક્ત પ્રજા પાસે વેરો જ વસુલવાનો. દેવેન્દ્ર પટેલ, વિપક્ષના નેતા, કડોદરા નગર પાલિકા

વિપક્ષને માત્ર વિરોધમાં જ રસ પડે છે
અમે આ મુદ્દે જિલ્લા કલેક્ટરને અરજી કરવમાં આવી હતી. જેમને નગરમાં અન્ય જગ્યા ફાળવવા માટેની મનાઈ ફરમાવવામાં હતી. છેલ્લા 50 વર્ષોથી કડોદરા વિસ્તારનો કચરો ત્યાં નાખવામાં આવે છે. વિપક્ષને ફક્ત ચૂંટણી સમયે મુદ્દાઓ ધ્યાનમાં આવે છે. વિકાસના કોઇ કામના વિપક્ષ પાલિકા સાથે ઉભું રહેતું નથી. દરેક બાબતે ફક્ત વિરોધ અને વિરોધ ઉભા કરે છે. અંકુર દેસાઈ, કારોબારી અધ્યક્ષ, કડોદરા નગર પાલિકા

જ્યાથી ફરિયાદ મળશે ત્યાં નિકાલ કરીશું
નગરમાં તૂટેલા રસ્તા માટે ગ્રાન્ટ મજૂર કરવામાં આવી છે. ટૂંક સમયમાં રસ્તાનું કામ શરૂ કરવામાં આવે છે. ગંદકી બાબતે પણ અમને જ્યાંથી ફરિયાદ મળશે ત્યાં અમે યોગ્ય નિકાલ કરીશુ. રાજકુમાર ત્રિવેદી, ચીફ ઓફિસર, કડોદરા નગર પાલિકા

અન્ય સમાચારો પણ છે...