Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરકારે સ્થગિત કરાયેલી ભરતી ફરી પ્રક્રિયા ચાલુ કરવાની માંગ
ગુજરાત સરકાર દ્વારા સ્થગિત કરાયેલી ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા માટે તાપી જિલ્લાના ઉમેદવારો દ્વારા તાપી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી ન્યાયની માંગણી કરી હતી. સાથે અટકેલી વિવિધ ભારતી પ્રકિયા તાકીદે ચાલુ કરાવે એવી માંગ કરી હતી.
તાપી જિલ્લા ખાતેઉમેદવારો દ્વારા તાપી જિલ્લા કલેકટર આર જે. હાલણી ને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ હાલમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ બધી જ ભરતી પ્રક્રિયા હાલમાં સ્થગિત કરવામાં આવી છે. અને પરિણામ પર રોક લગાવવામાં આવ્યો છે જ્યાંથી મુશ્કેલી વધી છે. ઉમેદવારો એ એ જણાવ્યું હતું કે ગુજરાત સરકારની તમામ ભારતીયો પર રોક લગાવવા નું કારણ જી આર છે.
એવું જાહેર કરાયું છે કોઈપણ ભરતીપ્રક્રિયાને પ્રાથમિક કસોટી ની તારીખ જાહેર કરવામાં આવે કે પરીક્ષા લેવામાં જીઆર કોઈ જગ્યાએ નડતરરૂપ નથી. તો જે પણ ભાગ તેઓના ફોર્મ ભરી ચૂક્યા છે એ ભરતી ઓ ને તાત્કાલિક ધોરણે તારીખ જાહેર કરો અને ચુસ્ત પાને સુરક્ષા પરીક્ષા લેવામાં આવે જેમ કે બિન સચિવાલય કલાક ,તલાટી, જાતિ વિકાસ અધિકારી ,સિનિયર ક્લાર્ક સહીત તમામ અટકેલી ભરતી પ્રક્રિયા અટકેલી છેજેન તાત્કાલિક ચાલુ કરાય એવી સખત માંગણી વિદ્યાર્થીઓએ ઉચ્ચારી હતી.