માંગરોળના અનેક ચેકડેમ ખંડેર ચોમાસા પહેલાં મરામતની માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના વેરાકૂઈ ગામ સહિત પૂર્વપટ્ટી વિસ્તારમાં ઠેરઠેર ખંડેર બનેલા ચેકડેમોનું ઉનાળાની ઋતુ દરમિયાન તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગ માંગરોળ તાલુકાના ખેડૂતો કરી રહ્યાં છે.

માંગરોળના બિનપિયત વિસ્તારમાં સિંચાઈનું પાણીના પાણી માટે બનાવવામાં આવેલ ચેકડેમમાં અનેકવાર ઠેરઠેર ભંગાણ પડવા છતાં જવાબદાર સિંચાઈ વિભાગના અધિકારીઓ ફરજમાં બેદરકાર બનતાં માગંરોળ તાલુકાના ખેડૂતોમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ રોષ ફેલાયો છે.

માગંરોળ તાલુકાના બિન પિયત પૂર્વપટ્ટી વિસ્તારમાં સિંચાઈના પાણીની સુવિધા પુરી પાડવા રાજ્ય સરકારે પંદર વર્ષ અગાઉ ઠેરઠેર નદી કોતર ઉપર લાખો રૂપિયાના ખર્ચે ચેકડેમનું નિર્માણ કર્યુ હતું. પરંતુ ચેકડેમના નિર્માણ સમયે સરકારી તંત્ર ચૂંટાયેલા પદાધિકારીઓ અને ચેકડેમનું કામ રાખનાર એજન્સીઓના મેળાપણામાં વ્યાપક ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવતાં ઠેરઠેર ચેકડેમોમાં ભંગાણ પડતાં બિન ઉપયોગી હાલમતાં જોવા મળી રહ્યાં છે. જેમાં વેરાકૂઈ ગામના ચેકડેમમાં પાંચ વર્ષ અગાઉ ભંગાણ પડ્યું હતું. આ બાબતે ખેડૂતો છેલ્લા પાંચ વર્ષથી ચેકડેમમાં પડેલા ગાબડાનું માત્ર સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે. જેથી ચોમાસાની ઋતુ દરમિયન ચેકડેમમાં પાણીનો સંગ્રહ થઈ શકે, પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીઓ પોતાના વિભાગ મારફત બનાવેલ ચેકડેમની હાલત જોવા આવતાં નથી. એજ રીતે સમગ્ર માંગરોળ તાલુકામાં સંખ્યાબંધ ચેકડેમ ખંડેર હાલતમાં પડેલા છે. તેની પણ જવાબદાર અધિકારીઓ દરકાર રાખતા નથી. જેના કારણે માંગરોળના ખેડૂત આલમમાં સરકારી તંત્ર ના સિચાઈ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ખેડૂતોમાં રોષ ફેલાઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોના હિતમાં ચોમાસાની ઋતુ પહેલા વેરાકૂઈ ગામના ચેકડેમ સિહત અન્ય નાના મોટા ચેકડેમોનું સમારકામ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...