તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પગાર ન આપતા હોટલ દાનના સંચાલક સામે કાર્યવાહી કરવા માગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી સી-ટાઇપ સ્થિત એક હોટલના માલિકથી કામદારો દ્વારા 4 મહિનાના નીકળતા પગાર માંગતા તમામને માર મારીને હોટલમાંથી પગાર ચુકવવા વગર કાઢી દેવાયો હતો. જે અંગે 8 કામદારોએ લેબર ઓફીસર સેવા સદન બલીઠામાં લેખિતમાં અરજી કરી કાર્યવાહી કરવા માગ કરી છે.

વાપી જીઆઇડીસી સી-ટાઇપ ખાતે આવેલ અરીહંત ગ્રુપ ઓફ કંપનીઝ જેનું જુનુ નામ હોટલ દાન પ્રા.લિ.માં કામ કરતા મહેન્દ્ર હંસરાજ શાહ, દિપક મનીરાજ રાવત, દિલકુમાર યોગીસિંહ, તકગુંદા નારદ ગુંદા, રતીન્દ્રનાથ કુંડું, કેશર મીનબહાદુર, તોવેન કુંડુ અને ગજેન્દ્ર સિધ્ધવએ સોમવારે લેબર ઓફીસર બી.એમ.પટેલને લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યુ છે કે, તેઓ આ હોટલમાં 4 માસ કામ કરેલ હતું. તે છતા માલિક મંથન જયેશ શાહ રહે.મણીભદ્ર રો-હાઉસ, બંગલો નં.13 ગુરૂકુલ રોડ ચલા વાપી દ્વારા કોઇ પણ જાતનું વળતર અપાયુ ન હતું. જ્યારે પણ પગારની માંગણી કરતા ત્યારે બહાના બતાવી પગાર ખાઇ નથી ગયો નો જવાબ મળતો હતો. જેથી પગારની કડક ઉઘરાણી કરતા મંથન શાહે તમામ કામદારોને માર મારી હોટલમાંથી કાઢી મુક્યા બાદ પણ આજદિન સુધી પગાર આપ્યા નથી. કામદારોને પગાર મળે તે માટે સામાવાળા સામે તાત્કાલિક પગલા ભરવા અરજ કરાઇ છે. વાપીમાં અનેક હોટલોમાં કામગીરી કર્યા બાદ પણ કામદારોને પુરતુ વેતન અપાતુ નથી પરિણામે કામદારોએ ન્યાય માટે લેબર ઓફિસર સમક્ષ ફરિયાદ કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો