મઢી પોલીસ સ્ટેશન અને ક્વાર્ટર્સ સુગર સામે ફાળવેલી જગ્યા પર બનાવવા માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી તાલુકાના મઢી બજાર ખાતે આવેલ પોલીસ ચોકી અને ક્વાટર્સ બનાવવા માટે છેલ્લા 30 વર્ષથી શાકભાજી વેચી ધંધો રોજગાર ચલાવનારાને દૂર કરવાની નોટિસ પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવતાં વેપારીઓ ચિંતામા મુકાયા છે. અહીંથી દૂર કરવામાં આવે તો જીવન ધોરણ ચલાવવું મુશ્કેલ બને તેમ છે. જે સંદર્ભે આજરોજ બારડોલી પ્રાંતને શાકભાજીના વેપારીઓએ આવેદનપત્ર આપ્યું હતું.

બારડોલી તાલુકાના મઢી ખાતે આવેલ પોલીસ ચોકી જર્જરિત બની જતાં જેના નવીનીકરણ અને પોલીસ ક્વાર્ટર્સ બનાવવા માટે હાલની જગ્યા પર ધંધો રોજગાર કરતાં આસરે 40 જેટલા કેબિન અને દુકાનદારોને નોટિસ આપી દબાણ દૂર કરવા જણાવ્યું છે. જે નોટિસથી અહીંથી રોજીરોટી કમાતા લોકો પર પ્રશ્ન ઊભો થતાં ચિંતિત બન્યા છે. અહીંથી બીજી જગ્યાએ જાય તો ધંધો રોજગાર ન ચાલે તો જીવન નિર્વાહ કરવું કેવી રીતે તેવા પ્રશ્નો ઊભા થયા છે. જે અંગે બારડોલી પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું છે. પોલીસ સ્ટેશનની અસલ જગ્યા સુગરની સામે ફાળવેલ છે. તે જગ્યા પર બનાવવામાં આવે તો લોકોની રોજગારી સલામત રહે તેમ છે.

પ્રાંતને આવેદન આપતાં વેપારી

જો નિરાકરણ નહી આવે તો આંદલન
શાકભાજી બજારમાં મહત્તમ મહિલાઓ દુકાનનું સંચાલન કરે છે. જો બજારની મધ્યેમાં શાકભાજી બજાર રહે તો મહિલાઓની સુરક્ષા જળવાય રહે તેમ છે. આ અંગે જો યોગ્ય નિર્ણય ન કરવામાં આવશે તો ગાધીચિધ્યા માર્ગે આંદોલન કરી શું. સ્નેહલભાઈ શાહ, મહામંત્રી, સુરત જિલ્લા કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...