તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરીબ અને બેરોજગારો માટેની કલ્યાણકારી યોજનામાં ભ્રષ્ટાચારની તટસ્થ તપાસની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલ તાલુકામાં આવેલ તમામ ગામોમાં થયેલ મનરેગા હેઠળ ના કામોની તપાસ કરવામાં આવે એવી જાગૃત નાગરિક દ્વારા કેન્દ્ર સરકારની મનરેગા યોજના વેબસાઇટ પરથી આર ટી આઈ હેઠળ ઓનલાઈન ગામની માહિતી મળતા સમગ્ર તાલુકામાં આ યોજના હેઠળના કામોની તપાસ થાય તેવી માંગ લાભાર્થીઓમાં ઉઠવા પામી છે.

સ્થાનિક સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ઉચ્છલ તાલુકાનાં બોર્ડર પર આવેલ ગામમાં ઉચ્છલ તાલુકા પંચાયતના એક સભ્ય દ્વારા તા.1/9/2013થી તા.31/7/2018 દરમિયાન પોતાના નામે જોબ કાર્ડ બનાવી રોજગારના કામોની હાજરી બતાવી મનરેગા એક્ટના નિયમ વિરુદ્ધ કથિત નાણાકીય લાભ મેળવેલ છે, એટલું જ નહીં મહિલા સરપંચના પતિ પોતાની બહેન (શિક્ષિકા)તેમજ બીજી મહિલા જે મહારાષ્ટ્ર સાસરે છે અને તેનો પતિ મહારાષ્ટ્ર સરકારમાં નોકરી કરે છે, તેઓના નામે પણ ખોટા પુરાવા લઈ મનરેગાનો લાભ લીધો છે. તેમજ માતા અને માતા અને પિતા જેઓની ઉમર 70 વર્ષથી વધુ હોય તેઓ કામ કરી શકે તેમ નથી તેમના નામે પણ ખોટી હાજરી બતાવી પેમેન્ટ લીધેલ છે. આમ ઉચ્છલ તાલુકાનાં એક ગામના સરપંચ તેમજ તેમના પતિએ પોતાના કુટુંબના તમામ સભ્યોના નામ પર નરેગાનું પેમેન્ટ લીધેલ છે. તેવી જ રીતે સોનગઢ ડેપોમાં એક ઈસમ નોકરી કરેછે તેના નામે પણ પેમેન્ટ લીધેલ છે. તેમજ એક 90% અંધ વ્યક્તિના નામે પણ પેમેન્ટ લીધેલ છે. વધુ એક વૃદ્ધ પેનશન મેળવનાર વ્યક્તિના નામે પણ પૈસા ઉપાડેલ છે. આવા આશરે 900 જેટલા જોબ કાર્ડ પર ઉચ્છલ તાલુકાનાં એક સરપંચ અને તાલુકા પંચાયતના સભ્યએ ખોટી હાજરી બતાવી પોતે આર્થિક લાભ લીધેલ છે. જેમના જોબકાર્ડ પર પેમેન્ટ લીધેલ હોવાની રાવ ઊઠી છે જેની ચ્ચસ્તરીય તપાસ કરવામાં આવેતો ઉચ્છલ તાલુકામાં મોટા ભ્રષ્ટ્રાચારનો પરર્દાફાસ થાય એમ છે.

ઉચ્છલ તાલુકામાં મનરેગા યોજનામાં ખોટા નામો ચડાવી લાખોનો ભ્રષ્ટાચાર
ઉચ્છલ તાલુકામાં મનરેગા યોજનામાં ખોટા નામો ચડાવી લાખોનો ભ્રષ્ટાચાર
આ અંગે અગાઉ સમાધાન થઇ ગયું હતું
અગાઉ આ અંગે સમાધાન થઈ ગયું હતું છતાં ફરી તપાસ કરવામાં આવશે. પીયૂશ પાયઘોડે, તાલુકા વિકાસ અધિકારી, ઉચ્છલ

ભ્રષ્ટાચાર અંગે તટસ્થ તપાસ થવી જોઇએ
કેન્દ્ર સરકારની મનરેગા વેબસાઇડ પરથી મળેલ સરપંચ અને તાલુકા પંચાયત સભ્યના ભ્રષ્ટ્રાચાર અંગે તપાસ થવી જોઈએ. રાજેશભાઈ એ. વળવી, નિવૃત્ત અધિકારી ઉચ્છલ

અન્ય સમાચારો પણ છે...