નેત્રંગ તાલુકામાં 8ના બદલે 10 કલાક વીજળી આપવાની માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ જિલ્લાના વાલિયા અને ઝઘડીયા તાલુકામાં 10 કલાક વીજળી આપવામાં આવે છે પણ નેત્રંગ તાલુકામાં માત્ર 8 કલાક વીજળી આપવામાં આવી રહી છે. બે કલાક વધારે વીજળી આપવાની માંગ સાથે ખેડૂતોએ વીજકંપનીના અધિકારીઓને રજૂઆત કરી છે.

નેત્રંગ તાલુકામાં ડુંગરાળ વિસ્તારને કારણે ઉનાળામાં ખેતીવાડીમાં સિંચાઈ માટે પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. કેળ, પપૈયા, શેરડી, તડબૂચ, શાકભાજી અને બાગાયત પાકોને બચાવી શકે અને ઉત્પાદન વધુ મેળવી શકે તે માટે 8ના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. નેત્રંગ તાલુકામાં હજી પણ 8 કલાક વીજળી વીજ કંપની દ્વારા આપવામાં આવી રહી છે તે પણ દિવસમાં કેટલી વખત ફોલ્ટ પર જતા ખેતીવાડી પાકોને ઘણું નુકશાન થઈ રહ્યું છે. સરકારી તંત્ર આ રજૂઆતને ધ્યાને નહી લે તો આંદોલન કરવા પ્રેરાશે તેવી ચીમકી ઉચારી છે. નેત્રંગના રાજુભાઇ, પ્રકાશભાઇ, કિશોરભાઇ અને સ્નેહલભાઇ સહિતના ખેડૂતોએ જણાવ્યું હતું કે, દત્તનગર સબસ્ટેશનના દોલતપુર ફીડર પર 10 કલાક ખેતીવાડીમાં પુરવઠો આપવામાં આવે છે.પરંતુ બાજુ જ આવેલ ગંભીરપુરા ફીડરમાં આજે પણ 8 કલાક વીજળી ખેતીવાડીની લાઈટ આપવામાં આવે છે. વીજકંપની દ્વારા થતો આ પ્રકારનો અન્યાય દુર થવો જોઇએ.

નેત્રંગ તાલુકામાં ખેડૂતોને સિંચાઇ માટે 10 કલાક વીજળી આપવાની માંગ સાથે વીજકંપનીના અધિકારીઓને રજૂઆત કરાઇ હતી. તસવીર-અતુલ પટેલ

અન્ય સમાચારો પણ છે...