તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે બ્રિજ બનાવવા ભાજપની DRM સમક્ષ માંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ તાલુકાના પૂર્વમાંના 34 અને ખેરગામ તરફના 30થી વધુ ગામોનો સમગ્ર વાહનવ્યવહાર છીપવાડના બે ગરનાળામાંથી બારેમાસ ચાલે છે. જ્યાં ડેડીકેટેડ રેલફ્રેઈટ કોરિડોરનો 79 નંબરનો રેલવે અંડરબ્રીજ બની રહ્યો છે, જેની ઊંચાઈ શંકાસ્પદ લાગતા ખેરગામ વિભાગના આગેવાનોએ રેલવેના ડીઆરએમ, સાંસદ અને ધારાસભ્ય સાથે મળીને રજૂઆત કરી હતી.

વલસાડના સાંસદ ડો. કે.સી.પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધારાસભ્ય કનુભાઇ દેસાઈ અને ડિવિઝનલ રેલવે મેનેજર-મુંબઈને ખેરગામ તાલુકા ભાજપના પ્રમુખ ચુનીભાઈ પટેલ મહામંત્રી શૈલેષ ટેલર, જિ.પં સભ્ય પ્રશાંત પટેલ, શશી પટેલ, મુસ્તાન વોહરા, અંકુર શુકલ, વિનોદ મિસ્ત્રી વગેરેએ રજૂઆત કરી પત્ર દ્વારા માંગ કરી હતી કે ત્રણે ગરનાળામાંથી કેરિયરવાળી એસ.ટી.બસ અવરજવર થઈ શકે તેવી વ્યવસ્થા કરવી, જેના માટે એક સરખી ઊંચાઈ રાખવી. વધુમાં આ જગ્યાએે ઓવરબ્રિજની આવશ્યકતા હોય તાકીદે તે મંજુર કરાવવા જણાવ્યું હતું. સાંસદ અને ધારાસભ્યોએ પણ આ વાતને ટેકો આપી રજૂઆત કરતા ડી.આર.એમ અને તેમની ટીમ છીપવાડ ખાતે સ્થળ નિરીક્ષણ કરવા માટે પહોંચી હતી, નાયબ કાર્યપાલક ઇજનેરે રસ્તામાં અંડરબ્રિજ બની રહ્યા છે તેનાથી માહિતગાર કર્યા હતા, જે આવવા જવા પાંચ-પાંચ મીટર પહોળા અને 3.80 મીટર ઊંચા બની રહ્યા છે. જે બાદ આખી ટીમ પૂર્વ ભાગમાં ગઈ હતી અને જ્યાં 79 ક્રમાંકિત ગરનાળાની તથા 330 નં. ના ગરનાળાની ઊંચાઈની ખરાઇ કરવામાં આવી હતી અને ડીઆરએમ સત્ય કુમાર તથા કોરિડોરના જનરલ મેનેજર ઉદયકુમાર સિંહે 3.45 મીટરની ઉંચાઇ બંનેમાં જાળવવા માટે યોગ્ય કરવા જણાવ્યું હતું. જ્યાં ટ્રકની ઉંચાઇ પણ 3.33 માપવામાં આવી હતી. જેથી એસટી સહિતની અવરજવરને કોઈ વાંધો આવશે નહીં. 330માં નીચેનું તળિયું જે ખલાસ-ખરાબ થઈ ગયેલું છે, ખોદીને નવું સોલિડ આરસીસી કરી 3.45ની ઊંચાઈ જાળવવા માટે ધરપત આપવામાં આવી હતી.

ડીઆરએમને રજૂઆત કરતા ખેરગામ વિભાગના આગેવાનો તેમજ ભાજપીઓ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો