Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડહેલી કંપનીમાંથી ભંગાર ચોરીને લઇ જતા 2ઝડપાયા
ડહેલી ખાતે આવેલી ક્રિષણા કંપનીમાંથી 2 ચોર ઈસમોએ મોટર તથા પ્લેટો 76 હજારના સરસમાન ચોરી કરી ટેમ્પામાં ભરી જતા બે ઈસમો પોલીસે ઝડપી પાડી લોકઅપમાં બંધ કર્યા હતા.
ભીલાડ પોલીસ ગુરુવારની રાત્રી દરમ્યાન પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન રાત્રીના 1.15 કલાકે ભીલાડ રેલવે ફાટક પર ઉભો છોટા હાથી ટેમ્પો GJ.15.XX.8531ની તલાશી લીધી હતી. જેમાં 2800 કિ. ગ્રામ લોખંડની ઇલેક્ટ્રિક મોટર તથા 100 કિ. ગ્રામ એલ્યુમિનિયમની પ્લેટો મળી આવી હતી.ટેમ્પામાં સવાર હિંમતલાલ રામચંદ્ર ગુર્જર અને રાજુ રમણ તિવારીની પૂછપરછ કરતા સરસમાનના કાગળો રજૂ કરી ન શકતા માલસામાન ચોરીનો હોવાનું જણાતા અટક કરી કસ્ટડીમાં ધકેલી દીધા હતા. આ બનાવની જાણ કંપનીના લીગલ કન્સલટંસિંગનું કામ કરતા રમેશ અયોધ્યા પ્રસાદ મોરીને જાણ થતાં ચોરાયેલ સરસમાન કંપનીનો હોવાનું જણાતા બન્ને ઈસમો વિરુદ્ધ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.